ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : મંગળવાર, 19 માર્ચ 2024 (14:30 IST)

માવાના ઘુઘરા બનાવવાની રીત

gujarati sweet ghughra recipe
માવાના ઘુઘરા બનાવવાની રીત -

 
ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં માવાને છીણી લો. તે દરમિયાન, બીજા બાઉલમાં, મેંદા ને ચાળી લો અને તેમાં ઘી અને દૂધ જેવી બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો.
મિક્સ કર્યા પછી, ઘુઘરાના લોટને હળવા હાથે બાંધી લો અને અડધો કલાક ઢાંકીને રાખો જેથી તે બરાબર સેટ થઈ જાય.
 
હવે એક પેનમાં એકથી બે ચમચી ઘી નાખી, માવો ઉમેરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. જ્યારે ખોયા કે માવો થોડો બ્રાઉન થવા લાગે ત્યારે તેમાં નારિયેળ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે માવાને ઠંડુ થવા દો અને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને પાઉડર ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે તમારું ધુઘરાનું સ્ટફિંગ.
 
હવે આપણા લોટના નાના-નાના લૂંઆ બનાવીને એક પછી એક પુરી બનાવો અને વચ્ચે માવાના સ્ટફિંગને ચમચી વડે ભરો અને પછી તેની કિનારી પર પાણી લગાવી ઘુઘરા બંધ કરો.
 
પછી તેના પર કાંટાની મદદથી ડિઝાઈન બનાવો અથવા તમે ઘુઘરાની મશીનથી પણ બનાવી શકો છો, તેને ઘુઘરા બનાવવાનું મશીનમાં રોટલી મુકો અને ફિલિંગ રાખો, મોલ્ડ બંધ કરો અને પછી જે વધારાની પુરી નીકળી રહી છે તેને કાઢી લો.
 
હમણાં જ બનાવેલ ઘુઘરાઓને કપડા વડે ઢાંકી દો જેથી તે તરત સુકાઈ ન જાય અને બધા ઘુઘરા બનાવ્યા પછી આપણે તેને ઘી કે તેલમાં સારી રીતે તળી લઈશું. તો, અમારા માવાના ઘુઘરા તૈયાર છે, તમે પણ હોળી પર આ ઘુઘરાની મજા માણો.

Edited By-Monica sahu