ગરમીની કુલ કુલ રેસીપી : ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ

વેબ દુનિયા|
સામગ્રી - ફુલ ક્રીમ મિલ્ક અઢી કપ, 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર, 1 કપ ક્રીમ, 3/4 કપ ખાંડ, 1 કપ ચોકલેટ.

બનાવવાની રીત- એક વાસણમાં દૂધ અને કસ્ટર્ડ પાવડર મિક્સ કરી ઉકાળવા માટે મૂકો. દૂધમાં ઉભરો આવે એટલે 5-6 મિનિટ ચમચાથી હલાવતા હલાવતા ઉકાળો. હવે ખાંડ નાંખી મિશ્રણ હલાવો. ચોકલેટ ચિપ આઇસક્રીમ માટે કસ્ટર્ડ દૂધનું મિશ્રણ તૈયાર છે. મિશ્રણને સાધારણ ઠંડુ પડે એટલે 2 કલાક માટે ફ્રીઝમાં મૂકો.

હવે આ ઠંડા કસ્ટર્ડમાં ક્રીમ અને 1 મોટી ચમચી ચોકલેટના ટૂકડાં નાંખી સારી રીતે ફેંટી મિક્સ કરી દો. ફેંટેલા મિશ્રણમાં વધેલા બધા ચોકલેટના ટૂકડાં મિક્સ કરો અને એરટાઇટ કન્ટેનરમાં મિશ્રણ ભરી આઇસક્રીમને જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો.

4-6 કલાકમાં તમારો આઇસક્રીમ તૈયાર થઇ જશે. કન્ટેનરમાંથી ચોકલેટ ચિપ આઇસક્રીમ કાઢી સર્વ કરો.


આ પણ વાંચો :