1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : સોમવાર, 19 ઑગસ્ટ 2019 (17:08 IST)

જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી

Krishna Janmashtami prasad recipe
ઉત્તર ભારતમાં પંજરી એક ખૂબ જ સામાન્ય બનતી  ડિશ છે. જે પ્રસાદના રૂપમાં બનાવવામાં આવે છે. આજે અમે તમને જન્માષ્ટમી પ્રસંગે ધાણાની પંજરી બનાવતા શિખવાડીશુ જે ખૂબ સહેલાઈથી બની શકે છે.  તમને આ થોડુ વિચિત્ર લાગી રહ્યુ હશે કે ધાણાના પાવડરથી પંજરી કેવી રીતે બનાવી શકાય છે. પણ જ્યારે તમે તેને એકવાર ટ્રાઈ કરશો તો તમને આ અન્ય પંજરીથી પણ વધુ ટેસ્ટી લાગશે.  આવો જાણીએ તેને બનાવવાની વિધિ... 
સામગ્રી - ધાણા પાવડર - 1 કપ 
ખાંડ 1/2 કપ 
મખાણા - 1 કપ 
ઘી - 2 કપ   
નારિયળ 1/4 કપ 
ડ્રાયફ્રુટ્સ - 1/2 કપ 
લીલી ઈલાયચી - 4 
કિશમિશ - 2 ચમચી
 
બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો. પછી તેમા બધા માવા નાખી રોસ્ટ કરી બાજુ પર મુકો.  હવે ગેસ બંધ કરો. ત્યારબાદ ધાણાપાવડરમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. પછી તેમા તળેલા સુકામેવા, મખાના, કિશમિશ અને ખાંડ મિક્સ કરો.  પંજરીને સારી રીતે ભેળવો. જો તમે આ રેસીપિમાં માવો મિક્સ કરવા માંગતા હોય તો પણ મિક્સ કરી શકો છો.