મગની દાળનો શીરો


સામગ્રી - 1 કપ મગની દાળ, ઘી એક કપ, માવો એક કપ, ખાંડ એક કપ, પાણી એક કપ, કાજૂ બદામ કતરેલા 1/2 કપ. નાની ઈલાયચીનો પાવડૅર 1/2 ચમચી.

બનાવવાની રીત - સૌ પહેલા તમે એક વાસણમાં મગ દાળને લઈને ધોઈ લો. હવે તેને 3-4 કલાક માટે પાણીમાં પલાળી મુકો. હવે દાલને બીજીવાર ધોઈને પાણી નિતારી લો. હવે આ દાળને પાણી નાખ્યા વગર જ કકરી દળી લો. એક કઢાઈમાં ઘી નાખીને તેને ગરમ કરો અને પછી તેમા દાળ નાખો. જ્યારે દાળ ઘી છોડી દે અને સારી તૈયાર થઈ જાય તો તેમા માવો નાખીને ધીમા તાપ પર પાંચ મિનિટ થવા દો.
હવે ગેસ બંધ કરી દો.
હવે એક બીજી કઢાઈમાં પાણી નાખીને તેમા ખાંડ મિક્સ કરો અને ત્રણ મિનિટ ઉકાળો. જ્યારે ચાસણી તૈયાર થાઅય ત્યારે તેમા દાળ અને માવાનુ મિશ્રણ નાખો. ઈલાયચી પાવડર નાખીને 5-7 મિનિટ થવા દો. કાપેલા કાજૂ અને બદામ પણ મિક્સ કરો. મગની દાળનો શીરો તૈયાર છે. શિયાળામાં ગરમા ગરમ શીરો પીરસો.


આ પણ વાંચો :