સાંધાના દુ:ખાવામાં લાભકારી મેથીના લાડુ

શિયાળામાં લાભકારી

methi ladu

સામગ્રી - મેથીદાણા 250 ગ્રામ, ઘઉંનો લોટ 250 ગ્રામ, ગુંદર 100 ગ્રામ, ગોળ 500 ગ્રામ, કોપરું 100 ગ્રામ, બદામ, કાજુ, પિસ્તા કતરેલા 100ગ્રામ, કિશમિશ 25 ગ્રામ, ઈલાયચી 5-6 નંગ. 

બનાવવાની રીત - મેથીદાણાને મિક્સરમાં કકરા વાટી લો. કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા ગુંદર નાખીને ધીમા તાપે ફુલાવી લો. થોડુ ઠંડુ થયા પછી તેને મસળીને ગુંદરનો ચુરો બનાવી લો. હવે કોપરું છીણીને તૈયાર કરો.

ઘી માં ઘઉના લોટ નાખીને સોનેરી થાય ત્યાં સુધી સેકી લો. ગોળને ઝીણો સમારી લો. કડાહીમાં ઘી ગરમ કરો અને ગેસ બંધ કરો. ગરમ ઘી માં ગોળ નાખીને હલાવી લો. ગોળ ઓગળી જશે.

ધ્યાન રાખો કે ગોળના ગાંગડા ન રહે. તેમા મેથીદાણાનો વાટેલો ભૂકો નાખી દો. ઘઉંનો સેકેલો લોટ પણ નાખી દો. હવે તેમા ગુંદરનો ભૂકો, છીણેલુ કોપરું, ઈલાયચી પાવડર, કિશમિશ, બદામ, કાજૂ, પિસ્તા નાખીને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ આકારના લાડુ બાંધી લો.

મેથીદાણાના લાડુ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે શરીરમાંથી વધુ પડતી ચરબીનો નાશ કરે છે. આમાં સાંધાના દુ:ખાવામાં પણ રાહત થાય છે.

નોંધ-ડાયાબીટિશના રોગી પોતાના ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાય, કારણ કે મેથીદાણા ખાવાથી શરીરમાંથી ખાંડ ઓછી થઈ જાય છે.


આ પણ વાંચો :