પર્લ કેક


સામગ્રી - 100 ગ્રામ, મેંદાનો લોટ, 80 ગ્રામ ખાંડ, 3 ચમચી દૂધ, 1 ચમચી બેકીંગ પાવડર, મીઠું, 3 ઔંસ માર્ગરીન, 3 ઔંસ કાપેલા કાજુ, 3 ઔંસ કાપેલી ખજુર, પ્રમાણસર ચેરી, પ્રમાણસર કોર્નફ્લેક્સનો ભૂકો.

બનાવવાની રીત - સૌ પ્રથમ ખાંડ અને માર્ગરીન ભેગુ કરી તેનું ક્રીમ બનાવો. ત્‍યાર બાદ તેમાં થોડું દૂધ નાખો. પછી લોટમાં કોર્નફ્લેક્સ સિવાય બધી સામગ્રી ભેગી કરીને તેનો લોટ બાંધો. લોટના લૂવા લઈ કોર્નફ્લેક્સના ભૂકામાં રગદોળી ઓવનમાં 15-20 મિનિટ સુધી પકાવો. ઓવનમાંથી બહાર કાઢી લો. તે ગરમ હોય ત્‍યારે તેના પર ચેરી લગાવી લો.

તમારો કેક તૈયાર છે...!!


આ પણ વાંચો :