સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Modified: બુધવાર, 22 ઑગસ્ટ 2018 (16:15 IST)

આ રીતે બનાવો રાજભોગ

રાજભોગ એક ખૂબજ સ્વાદિષ્ટ મિઠાઈ છે કે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. તેને બનાવવું ખૂબજ સરળ છે. વેબદુનિયાથી જાણો તેને બનાવવાની સરળ વિધિ 
એક લીટર દૂધ 
ખાંડ 250 ગ્રામ 
એક નાની ચમચી લીંબૂનો રસ 
કેસર 3-4 પત્તી 
2 ગ્લાસ પાણી 
 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર એક વાસણમાં દૂધ ઉકાળવા માટે મૂકો. 
- જ્યારે દૂધ ઉકળી જાય તો તેમાં પીળા રંગ નાખી હલાવતા રહો. 
- દૂધમાં ઉકાળ આવ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- જ્યારે દૂધ થોડું ઠંડુ થઈ જાય તો તેમાં ધીમા ધીમા લીંબૂનો રસ નાખતા એક  ચમચીથી હલાવો. 
- દૂધ ફાટી જાય તો તેને એક સાફ કપડાથી ગાળી તેના ઉપર ઠંડુ પાણી નાખો. તેનાથી રાજભોગમાં લીંબૂનો સ્વાદ નહી આવશે. 
- હવે ફાટેલા દૂધનો બધું પાણી  નિચોવીને અડધા કલાક માટે મૂકી દો. 
- ત્યારબાદ ફાટેલા દૂધને એક થાળીમાં કાળી લો અને હાથથી સારી રીતે મેશ કરીને લોટ બાંધીને ચિકણો કરી લો. 
- મિશ્રણમાં થી નાના નાના બૉલ્સ બનાવો અને એક પ્લેટમાં મૂકો. 
- ચાશણી બનાવવા માટે ધીમા તાપ પર એક તપેલીમાં ખાંડ અને 2 કપ પાણી નાખી ગર્મ કરવા માટે મૂકો.
- ચાશણીમાં ઉકાળ આવ્યા પછી કેસર અને તૈયાર કરેલા બૉલ્સ તેમાં નાખો. 
- તપેલીને એક પ્લેટ્થી ઢાકીને તીવ્ર તાપ પર 15 થી 20 મિનિટ સુધી રાંધવું. ( જો ચાશણી ઘટ્ટ થાય તો તેમાં એક મોટી ચમચી થોડું પાણી નાખતા જાઓ 
 
આ  રીતે ચાશણીમાં એક કપ સુધી પાણી નાખવું) 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો. 
- તૈયાર છે રાજભોગ તમે તેને ઠંડા અને ગર્મ ખાઈ શકો છો.