1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કેરીના માલપૂવા

વાનગી
N.D
સામગ્રી - 500 ગ્રામ કેરી, 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ માવો, 300 ગ્રામ ખાંડ, કેશર અને ઈલાયચી ચપટી, તળવા માટે ઘી.

બનાવવાની રીત - કેરીને છોલીને રસ કાઢીને મેંદો અને માવો નાખીને મિક્સ કરી લો. ખાંડમાં પાણી નાખીને ચાસણી બનાવી લો. તેમા કેસર અને ઈલાયચી પાવડર નાખી દો. ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરો. હવે ચમચીથી મિશ્રણને ધીરે ધીરે નાખો. ધીમા તાપ પર ગુલાબી થતા સુધી તળો. તળીને ચાસણીમાં નાખો. ચાસણીમાંથી કાઢીને સર્વ કરો.