1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કેળાની લસ્સી

વાનગી
N.D
સામગ્રી - કેળા 3, લીંબુનો રસ 1 ચમચી, 400 ગ્રામ તાજુ દહીં, મધ 5 ચમચી, બરફ, જરૂર લાગે તો થોડો ગ્રીન કલર.

બનાવવાની રીત - સૌ પ્રથમ કેળાને છોલીને નાના ટુકડામાં કાપી લો. દહીંને ફેટીને મિક્સરમા નાખો.

કેળાના ટુકડા, લીંબુનો રસ અને મધ નાખીને મિક્સરમાં ચલાવો. થોડુ ઠંડુ થાય કે પાણી મિક્સ કરો અને ફરી મિક્સરમાં ચલાવો. બરફના ટુકડા નાખી સર્વ કરો.