1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ખજૂરના લાડું

ખજૂરના લાડું
N.D
સામગ્રી - ખજૂર 500 ગ્રામ, નારિયેળનુ છીણ 100 ગ્રામ, સફેદ તલ 100 ગ્રામ, ઈલાયચીનો ભૂકો એક ચમચી, મગજતરીના બીજ 50 ગ્રામ.

વિધિ - સારી ક્વોલિટીની ખજૂર લો, તેને ધોઈને તડકામાં સુકાવી લો. ખજૂર સારી સૂકાય જાય કે તેમાંથી ઠળિયા કાઢી લો. હવે ખજૂરને મિક્સરમાં વાટી લો. તલ સાફ કરી સેકી લો અને અધકચરા વાટી લો. ખજૂરના માવામાં તલ, નારિયેળનુ છીણ અને મગજતરીના બીને વાટીને નાખી દો.

આ મિશ્રણના લાડું બનાવી લો. ખાંડ અને ઘી વગરના આ લાડું પૌષ્ટિક હોય છે.