1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ગુંદર-રવાની બરફી

વ્યંજન
N.D
સામગ્રી - 1 કિગ્રા ઘઉં, દોઢ કિલો ગોળ, 250 ગ્રામ સારા પ્રકારનુ ગુંદર, 50 ગ્રામ છીણેલુ કોપરું, 50 ગ્રામ કાજૂ-બદામ, 100 ગ્રામ સૂંઠનો પાવડર, 125 ગ્રામ વરિયાળી, જરૂર મુજબ ઘી.

બનાવવાની રીત - ઘઉંને સેકીને તેનો રવા જેવો લોટ બનાવી લો અથવા તૈયાર રવો લાવીને તેને સેકી લો. ગોળ અને ગુંદરને ઝીણુ કરી લો. મેવાને ઝીણા સમારી લો. ગુંદરને ઘી માં ફુલાવી લો. કોપરાનુ છીણ કોરુ સેકી લો. ગોળમાં થોડુ પાણી નાખીને હલાવો. થોડુ ઘટ્ટ થાય કે તેમા બે-ત્રણ ચમચી ઘી નાખીને ઉતારી લો. તેમા રવો, ગુંદર, સુકામેવા, ઘી માં સેકેલી સૂંઠનો પાવડર, વરિયાળી અને કોપરાનું છીણ મિક્સ કરી દો. થાળીમાં ચિકાશ લગાવી મિશ્રણ ફેલાવી દો. થોડો સુકોમેવો થાળી પર ભભરાવી દો. ઠંડુ થયા પછી તેને બરફીના આકારમાં કાપી લો.

આ બરફી 15 દિવસ સુધી ખરાબ થતી નથી. સાથે-સાથે આ પૌષ્ટિકતાથી ભરપૂર અને શિયાળામાં થતા નાના-મોટા રોગથી બચાવે છે.