1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ઘઉંના ફાડાની રબડી

વ્યંજન
N.D
સામગ્રી - ઘઉંના ફાડા 100 ગ્રામ, દૂધ અઢી લીટર, પિસ્તાની કતરન 50 ગ્રામ, બદામ કતરન 50 ગ્રામ, કાજુના ટુકડા 50 ગ્રામ, ઈલાયચી પાવડર 5 ગ્રામ, કેસર અડધો ગ્રામ, ખાંડ 200 ગ્રામ.

બનાવવાની રીત - 1 લીટર દૂધમાં 50 ગ્રામ ખાંડ નાખીને રબડી(કેશરવાળી) બનાવીને તૈયાર મૂકો.

ફાડાની રીત - ઘઉંના ફાડા 3 વાડકી પાણીમાં નાખી પ્રેશર કુકરમાં થવા દો. 3 થી 4 સીટી વાગે કે ઉતારી લો.

બાફેલા ફાડાને કઢાઈમાં નાખી, તેમા દોઢ લીટર દૂધ અને 150 ગ્રામ ખાંડ નાખી 20 મિનિટ ઉકાળો. બદામ, પિસ્તા, કાજૂ, કેશર નાખીને ઘટ્ટ થતા સુધી ઉકાળો. ઠંડુ થતા સુધી તેમા રબડી અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. ફાડાની રબડી તૈયાર છે.