1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ડ્રાયફ્રુટ સુખડી

ડ્રાયફ્રુટ્સ સુખડી
P.R
સામગ્રી - ઘઉંનો લોટ - 2 વાડકી, દેશી ઘી-1 વાડકી, ગોળ છીણેલો - 2 વાડકી, કાજૂ, બદામ અધકચરા વાટેલા, સેકીને વાટેલા સીંગદાણા 1/2 વાડકી, સુકુ કોપરુ-પાતળા કાપામાં કાપેલુ - 1/2 વાડકી, પાણી - 2 વાડકી, ઈલાયચી પાવડર - 1 નાની ચમચી.

બનાવવાની રીત - સૌ પહેલા ગોળને પાણીમાં ઓગાળી તેને ચોખ્ખા કપડાંથી ગાળી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. તાપ ધીમો કરો અને લોટને સોનેરી થતા સુધી સેકો. તેમા કાજૂ, બદામ નાખીને સેકી લો. બીજી કઢાઈમાં ગોળનુ પાણી નાખો. તાપ પર મુકો અને 2 તારની ચાસણી બનાવી લો. ચાસણીમાં સેકેલો લોટ, કાજૂ, બદામ, મગફળી, કોપરુ નાખીને 2-3 મિનિટ હલાવો. જ્યારે મિશ્રણ ઘી છોડે ત્યારે એક થાળીમાં ઘી લગાવી તેના પર પાથરી દો. ઠાર્યા પછી મનપસંદ આકારમાં કાપી લો.
About Writer
નઇ દુનિયા