1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

તલ ખજૂરના રોલ

તલ ખજૂરના રોલ
N.D
સામગ્રી - 4 મોટા ચમચી સેકેલા તલ, 1 પ્યાલો બારીક કાપેલા તાજા ખજૂર, 1 મોટી ચમચી ખાંડ, 1/2 ચમચી કાપેલા મેવા, 5-6 બ્રેડની સ્લાઈસ, 1/2 પ્યાલો દૂધ, તળવા માટે તેલ.

વિધિ - ખજૂર અને ખાંડમાં અડધો પ્યાલો પાણી નાખી ઉકાળવા મુકો. પાણી સુકાય ત્યારે ઘી નાખીને સેકી લો. કાપેલા મેવા મેળવીને માવો તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઈસોની કિનાર કાપીને અલગ મૂકો.

દૂધમાં દરેક સ્લાઈસને પલાળીને દબાવી દૂધ કાઢી લો હવે ખજૂરનો માવો ભરીને રોલ બનાવી લો. દૂધમાં થોડો પલાળી તલ પર રોલ કરો અને ગરમ તેલમાં તળીને કાઢી લો. આને ઠંડા કે ગરમ સર્વ કરો.