નારંગીની કતરી
|
વિધી - નારંગીને છોલીને તેના અંદરનો ગુદો કાઢી લો. હવે એક કડાહીમાં ઘી ગરમ કરી તેમાં નારંગીનો ગુદો નાખીને સેકી લો. એક જુદી કડાહીમાં માવો નાખી સેકી લો. નારંગીના ગૂદામાં સેકેલો માવો નાખી બંનેને ફરી સેકો. અને ઠંડો થાય ત્યાં સુધી મૂકી રાખો.
હવે ખાંડમાં થોડું પાણી નાખી 3 તારની ચાસણી બનાવી લો. તેમાં રંગ અને વાટેલી ઈલાયચી નાખી દો. થોડી ઠંડી થાય કે તેમાં એસેંસ નાખીને તેમાં નારંગી-માવાનું મિશ્રણ નાખી હલાવી લો. એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણને ફેલાવી દો. ચાંદીની વરક લગાવી ત્રિકોણાકારમાં કાપી લો.
