પનીર-બ્રેડની ખીર
|
વિધિ - સૌ પ્રથમ તમે દૂધ ઉકાળો. પછી ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ સુધી હલાવતા રહો. 50 ગ્રામ પનીરના નાના નાના ટુકડા કરી લો અને બાકીના પનીરને છીણી લો.
અડધો કપ પાણીમાં સ્વાદ મુજબ ખાંડ, છીણેલું પનીર, કાપેલુ પનીર નાખી ધીમા ગેસ પર ત્યાં સુધી થવા દો જ્યા સુધી એક તારની ચાસણી ન બની જાય. પછી તેને દૂધમાં નાખો.
બ્રેડના ટુકડા થોડા દૂધમાં નાખી પલાળી દો. તેમાં કસ્ટર્ડ પાવડર પણ નાખો અને મિક્સરમાં કે ચમચી વડે સારી રીતે ફેંટો. પછી બ્રેડને દૂધમાં નાખી દો.
બધા સુકામેવા ભેળવી 15 મિનિટ સુધી ઘીમા ગેસ પર થવા દો. પછી વેનીલા એસેંસ નાખો. ઠંડી કે ગરમ જેવી જોઈતી હોય તેવી ખીર સર્વ કરો.
