1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મેંગો વેનીલા બરફી

મેંગો વેનીલા
W.D

સામગ્રી - 1 લીટર દૂધ, 150 ગ્રામ ખાંડ, 1 ચપટી ફિટકરી પાવડર, 2 વાડકી હાફૂસ કેરીનો ગૂદો, 175 ગ્રામ પનીર, 8-10 ટીપા વેનીલા એસેંસ, પિસ્તાની કતરન.

બનાવવાની રીત - જાડા તળિયાના વાસણમાં દૂધ ઉકાળો, તેમા ફિટકરી નાખો અને ઉકળવા દો. સતત હલાવતા રહો. જ્યારે માવા જેવુ ઘટ્ટ મિશ્રણ થાય કે તેમા પાકી કેરીનો ગૂદો નાખી દો અને હલાવતા રહો. અડધી ખાંડ મિક્સ કરો. ઘટ્ટ થાય કે ચિકાશ લાગેલી થાળીમાં પાથરી દો.

એક વાસણમાં પનીર મસળીને મૂકો, બચેલી ખાંડ નાખી તેને મિક્સ થઈને ઘટ્ટ થતા સુધી ગેસ પર થવા દો. થોડુ ઠંડુ થાય કે વેનીલા એસેંસ મિક્સ કરો અને કેરીની પરત પર પાથરી દો. ઉપરથી પિસ્તા ભભરાવો અને મનપસંદ આકારમાં કાપીને ખાવ અને ખવડાવો.