રસભરી જલેબી
|
બનાવવાની રીત - માવાને ચાયણી ઉંધી કરીને મસળી લો. તેમા આરારોટ અને શિંગોડાનો લોટ મિક્સ કરો. દૂધ મિક્સ કરી સારી રીતે ફેંટો. ઈલાયચી પાવડર નાખી મિશ્રણને એકસાર કરો. જલેબીનો આથો તૈયાર છે.
ખાંડની એક તારની ચાસણી બનાવી મૂકી દો. હવે કડાહીમાં ઘી ગરમ કરો અને સૂતી કપડામાં વચ્ચે કાણુ પાડો અને મિશ્રણ ભરો અને જલેબીઓ તળીને ચાસણીમાં નાખો. થોડીવાર પછી કાઢીને ગરમા ગરમ રસભરી જલેબી સર્વ કરો.