1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

શકકરિયાનો હલવો

શકકરિયાનો હલવો
W.D
સામગ્રી - 250 ગ્રામ શક્કરિયા, 200 ગ્રામ દળેલી ખાંડ, 100 ગ્રામ ઘી, 1/4 ચમ્મચ નાની ઈલાયચી પાવડર, 1 ચમચી કાપેલા પિસ્તા અને બદામ, 1 ચપટી કેસર.

રીત - શક્કરિયાને ઉકાળી, છોલીને છીણી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી શક્કરિયાને નાખી ધીમા ગેસ પર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સેકો. તેમા ખાંડ નાખીને 5 મિનિટ બફાવા દો. ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારે તેમાં કેસર અને ઈલાયચી નાખીને ઉતારી લો. કાપેલા બદામ-પિસ્તા નાખીને પરોસો.