1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

શાહી બોલ્સ રબડી

વાનગી
P.R
સામગ્રી - દોઢ કિલો દૂધ(રબડી માટે) 250 ગ્રામ પનીર, 2 ચમચી ગુલાબજળ, કેટલાક કેસરના રેસા, 50 ગ્રામ કાજૂ, 50 ગ્રામ પિસ્તા, 2 નાની ઈલાયચી, 2 મોટી ચમચી ખાંડ, ગુલાબના ફૂલના પાન(સજાવવા માટે) તળવા માટે ઘી.

બનાવવાની રીત - દૂધની રબડી બનાવવા માટે કઢાઈમાં દૂધને ધીમા તાપ પર ઉકાળવા માટે મૂકો. ઉકાળતી વખતે બનનારી મલાઈને કિનારે કરતા જાવ. ત્રીજા ભાગનુ દૂધ વધે ત્યારે ખાંડ મિક્સ કરો.

હવે પનીરની સ્કૂપરની મદદથી નાના બોલ્સ બનાવો. ગુલાબ જળમાં કેસર ઘૂંટીને સારી રીતે મિક્સ કરીને અડધો કલાક માટે રાખી મૂકો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી પનીરના નાના બોલ્સ ગુલાબી થતા સુધી તળો. તૈયાર કેસર ગુલાબજળના મિશ્રણમાં તળેલા પનીર બોલ્સ મિક્સ કરી દો. હવે બોલ્સને બહાર કાઢી દળેલી ખાંડમાં લપેટી લો. હવે તૈયાર રબડી ઠંડી થાય કે તેમા ઈલાયચી પાવડર નાખી દો.

પીરસતી વખતે ડિશમાં પહેલા રબડી નાખીને તેના પર પનીર બોલ્સથી સજાવો. ઉપરથી સૂકો મેવો અને ગુલાબની પાંદડીઓ વિખેરી દો. ફ્રિજમાં ઠંડી કરીને સ્વાદિષ્ટ બોલ્સ રબડીને પીરસો.
About Writer
વેબ દુનિયા