1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

સાબુદાણાની ખીર

સાબુદાણાની ખીર
NDN.D

સામગ્રી:
1 લીટર દૂધ, 100 ગ્રામ સાબુદાણા, 150 ગ્રામ ખાંડ, કાજુ, પિસ્તા અને બદામની કતરણ, 3 થી 4 કેસરના વાળા, 1 ચમચી ઇલાયચી પાવડર.

રીત:
સૌથી પહેલા સાબુદાણાને ખીર બનાવતાં એક-બે કલાક પહેલા પલાળી દો. હવે દૂધને ગરમ કરીને તેને સારી રીતે ઉકળવા દો. એક અલગ વાટકીમાં થોડુક દૂધ લઈને તેમાં કેસર નાંખીને તેને ઓગળવા દો. ત્યાર બાદ દૂધમાં ભીના સાબુદાણા નાંખીને તેને ધીમા તાપે ચડવા દો.

સાબુદાણાને ત્યાર સુધી ચડવા દો જ્યાર સુધી તે કાચની જેમ ચમકવા ન લાગે. હવે ખાંડ નાંખીને તેને ઉકળવા દો. પાંચ થી સાત ઉભરા આવે એટલે ગેસને બંધ કરી દો. હવે તેની ઉપર કાપેલા સુકા મેવા અને ઇલાયચીનો ભુકો ભભરાવો અને ત્યાર બાદ કેસર પણ ભેળવી દો. હવે આ તૈયાર થયેલી સાબુદાણાની ખીરને ગરમ ગરમ પીરસો.
About Writer
વેબ દુનિયા