- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
સ્પેશ્યલ માવા બંગડી
સામગ્રી:- 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજૂ, 25 ગ્રામ નારીયેળનું છીણ, 300 ગ્રામ ખાંડ (બુરુ), 50 ગ્રામ તળેલો ગુંદર, 200 ગ્રામ દળેલી અડદ મોગર, 4-5 પીસ વાટેલો ઇલાયચી પાવડર, 150 ગ્રામ ઘી, અડધી વાટકી બધા જ પ્રક્રારના સૂકા મેવાની કતરણ, હાથમાં પહેરવાનું મોટા કદનું કડું કે બંગડી. રીત:- બદામ, કાજૂ, પિસ્તા આ બધાને મિક્સરમાં એકદમ ઝીણા વાટીને અલગ રાખો. હવે કડાઇમાં ઘી લઇને તેમાં વાટેલી અડદની દાળ નાંખીને ધીમા તાપે ગુલાબી- લાલ રંગ થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં સુકા મેવાનો પીસેલો પાવડર નાંખો અને નારીયેળનું છીણ પણ નાંખી દો. હવે 5-7 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો.કડાઇને ગેસ પરથી ઉતારીને મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણને થોડુ નવાયું રહેવા દઇને તેમાં બુરુ ખાંડ, ઇલાયચી પાવડર અને તળેલો ગુંદર ભેળવીને મિક્સ કરી દો. એક થાળીને ઉંધી કરી દો અને તેની ઉપર બંગડી કે કડુ મુકીને પહેલા તેમાં સુકા મેવાની થોડી કતરણ ભભરાવી દો અને હવે તેની ઉપર તૈયાર મિશ્રણ નાંખીને હાથથી ચપટુ કરી દો. હવે કડાને ધીમેથી લઇ લો. હવે થાળીમાં ખાલી જ્ગ્યાઓ પર આ રીતે બધા જ મિશ્રણની બંગળીવાળી મીઠાઇ બવાવી લો. થોડી વાર પછી બધાને ઉંધી કરી દો. ઠંડી થાય ત્યારે ડબ્બામાં ભરી લો. આ મિઠાઇ શિયાળા માટે ઉપયોગી છે. આ મીઠાઇ ઘણા દિવસો સુધી ચાલે છે.