ગુરૂવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ
ગુરૂવાર અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે ઘણા બધા કામ કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો દેવગુરૂ બૃહસ્પતિનુ ખૂબ મોટુ સ્થાન માનવામાં આવ્યુ છે અને જો આપણે બ્રહ્માંડની વાત કરીએ તો નવ ગ્રહોમાં બૃહસ્પતિ ગ્રહને સૌથી ભારે માનવામાં આવે છે. આ જ કારણ છે કે કેટલાક કાર્યોને આ દિવસે કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એવા કાર્યોને ધાર્મિક દ્રષ્ટિથી વર્જિત માનવામાં આવે છે. કારણ કે આ કાર્યોને કરવાથી ગુરૂ કમજોર બને છે. ગુરૂને ધર્મ અને શિક્ષાનો પણ કારક માનવામાં આવે છે. આવુ કરવાથી શિક્ષણમાં નિષ્ફળતા મળે છે અને ધર્મ પ્રત્યે રૂચિ પણ ઓછી રહે છે.