રવિવાર, 25 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: રવિવાર, 25 ફેબ્રુઆરી 2018 (09:48 IST)

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો કાળી હળદરના ઉપાયો

Kali Haldi Totke
ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી જલ્દી ધનવાન બની જવાય. આ માટે કેટલાક લોકો ખોટા રસ્તા અપનાવવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે કે ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક જૂના ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત બની શકો છો. 
કાળી હળદર, અક્ષત (ચોખા) અને ચાંદીના એક ટુકડાને લઈને આ ત્રણેયને એક નવા કપડાઅમાં બાંધીને તેની ધૂપ-દીપથી પૂજા કરો. આને તમારી તિજોરીમાં કે ધન મુકવાના સ્થાન પર મુકી દો. તંત્ર શાસ્ત્રમાં કાળી હળદરને ચમત્કારી માનવામાં આવે છે. આનો લાભ તમને મળી શકે છે. 
 
એક અન્ય ટોટકો એ પણ છે કે કાળી હળદરને વિધિપૂર્વક સાફ કરીને પૂજાઘરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પાસે મુકી દો. દરરોજ સવારે ધૂપ દીપ વગેરેથી તેની પૂજા કરો. આવકના સાધનોમાં વધારો થશે. ધન આગમનના રસ્તા ખુલશે.