બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 14 જુલાઈ 2020 (08:54 IST)

કર્જ મુક્તિના 10 અચૂક ઉપાય અપનાવી જુઓ

1. કર્જ મુક્તિ માટે શનિવારે સવારે સ્નાન કરીને તમારી લંબાઈ જેટલો કાળો દોરો લઈને એક નારિયળ પર લપેટી દો. પછી પોતાની નિયમિત પૂજા સાથે તેનુ પણ પૂજન કરો.  ત્યારબાદ આ નારિયળને ભગવાનને કર્જ મુક્તિ માટે પ્રાર્થના કરતા જળમાં પ્રવાહિત કરી દો. જલ્દી જ કર્જનો ભાર ઘટવા માંડશે 
 
2. સરસવનુ તેલ માટીના દિવામાં ભરીને અપ્છી માટીના દિવાને ઢાકીને તળાવ કિનારે શનિવારે સૂર્યાસ્ત સમયે જમીનમાં દાંટી દો. કર્જથી મુક્ત થશો 
 
3.  બુધવારે સ્નાન અને પૂજા કરી સૌ પહેલા ગાયને લીલુ ઘાસ ખવડાવો ત્યારબાદ જ કશુ પણ ગ્રહણ કરો. જલ્દી જ કર્જથી છુટકારો મળવા માંડશે. 
 
4. કર્જ મુક્તિ માટે લાલ કપડા પહેરો નહી તો સાથે હંમેશા લાલ રૂમાલ રાખો. ભોજનમાં ગોળનો ઉપયોગ કરો 
 
5. ઘર અથવા કાર્યાલયમાં ગાય આગળ ઉભા રહીને વાંસળી વગાડનાર શ્રીકૃષ્ણનુ ચિત્ર લગાવવાથી કર્જ નથી ચઢતુ અને આપેલુ ધન ડૂબવાની શક્યતા પણ ઓછી રહે છે. 
 
6.  જે વ્યક્તિ પોતાના ઘરનામંદિરમાં મા લક્ષ્મીની પૂજા સાથે 21 હકીકના પત્થરોની પણ પૂજા કરે અને તેને પોતાના ઘ્રમાં ક્યાય પણ જમીનમાં દાટી દે અને ઈશ્વરને કર્જ મુક્તિની પ્રાર્થના કરે તો તેને જલ્દી કર્જથી છુટકારો મળી જશે. ૝
 
7. હનુમાનજીના ચરણોમાં મંગળવારે અને શનિવારે તેલ સિંદૂર ચઢાવો અને માથા પર સિંદૂરનુ તિલક લગાવો. હનુમાન ચાલીસા કે બજરંગબાણનો પાઠ કરો. 
 
8. મંગળવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર મસૂરની દાળ ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ: મંત્ર બોલતા ચઢાવો. 
 
9. કર્જ મુક્તિ મંત્ર -
  ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ: 
  ૐ મંગલમૂર્તયે નમ:... 
  ૐ ગં ઋણહર્તાયૈ નમ:   
આમાંથી કોઈપણ મંત્રનો રોજ ઓછામાં ઓછી એક માળાનો જાપ કરવાથી વ્યક્તિ જલ્દી જ કર્જથી મુક્તિ મેળવી શકે છે. 
 
10. અંતિમ અને મહત્વનો ઉપાય છે કે જ્યા સુધી બની શકે કર્જ લેવાનુ ટાળો. જો તમે નાની મોટી કોઈ ઘરેલુ વસ્તુ ખરીદવા માંગો છો તો કર્જ લેવાને બદલે દર મહિને તમારી આવકનો થોડો ભાગ કોઈ હપ્તો ચુકવતા હોય એ રીતે બેંકમાં જમા કરો અને પછી એ પૈસાથી તમારી મનગમતી વસ્તુ ખરીદો.