શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 7 મે 2018 (11:20 IST)

આર્થિક અડચણો કે નોકરી શોધવામાં સફળતા મેળવવાના અચૂક ઉપાય

દરેક મનુષ્યની પોતાની જીંદગીમાં ઈચ્છા હોય છે કે તેને સારી નોકરી મળે કે પછી તેને નોકરી અને વેપારમાં ખૂબ પ્રગતિ મ્ળે. પણ ક્યારેક ક્યારેક પર્યાપત યોગ્યતા હોવા છતા અને બધુ ઠીક હોવા છતા પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અનેક લોકો સાથે તો બધુ કરવા છતા જેવુ કે લેખિત પરીક્ષા ઈંટરવ્યુ સારુ જવા છતા પણ નોકરી મળતા મળતા રહી જાય છે કે નોકરી નથી મળતી.  જ્યોતિષિયોનુ માનીએ તો આ બધુ કુંડળીના ગ્રહોને કારણે થાય છે. જો તમારા કામ બનતા બનતા બગડી જાય છે. તમારી નોકરી કે રોજગારમાં અવરોધ આવે છે. તો કેટલાક ઉપાયો દ્વારા તમે આ અવરોધ દૂર કરી શકો છો. 
સારી નોકરી મેળવવા માટે ઉપાય 
 
આર્થિક કે જીવનયાપનમાં આવનારી બધી અડચણોને દૂર કરી શકો છો. આ સફળતા ના ઉપાય સારી નોકરી મેળવવા દર સોમવારે શિવજીના મંદિરમાં જઈને શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવતા આખા ચોખા ચઢાવીને ભગવાન ભોલેનાથને તમારા મનની વાત કરો. તેનાથી નોકરીમાં આવનારા બધા જ અવરોધ દૂર થઈ જશે. 
 
- મહિનાની ની કોઈપન ગણેશ ચોથના દિવસે ગણેશજીનુ કોઈ એવુ ચિત્ર કે મૂર્તિ જેમા તેમની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તેના પર 7 કે 11 દુર્વા અર્પિત કરો. પછી ભગવાન આગળ લવિંગ સોપારી મુકીને પૂર્ણ શ્રદ્ધાથી તેમની પૂજા કરો. ત્યારબાદ જ્યારે પણ નોકરી કે કોઈ મહત્વપૂર્ણ કામ પર જવાનુ હોય તો આ લવિંગ અને સોપારીને સાથે લઈને જાવ. તમારા કામમાં સફળતા મળશે. 
- જે વ્યક્તિઓને સારો વેપાર અને નોકરીની ઈચ્છા છે તેઓ પોતાના ઘરમાં બજરંગ બલીનો ફોટો જેમા તેમનુ ઉડતુ ચિત્ર હોય એ લગાવીને પૂજા કરો.