રોટલી માત્ર પેટ નહી ભરે કિસ્મત પણ બદલી નાખે , જાણો રોટલીના અનોખા ટોટકા

Last Updated: ગુરુવાર, 25 એપ્રિલ 2019 (18:06 IST)
રોટી કપડા અને મકાન આ માણસની 3 સૌથી પહેલી જરૂરત છે. રોટલીના કેટલાક ઉપાય અમે ચોપડીમાં મળે છે જે આશ્ચર્યમાં નાખી દે છે. આવો જાણીએ કેટલાક એવા ટોટકા રોટલીના, જે તમારું નસીબ પણ બદલી શકે છે. 
1. ઘરની રસોઈમાં પ્રથમ રોટલી શેક્યા પછી તેમાં શુદ્ધ ઘી લગાવીને ચાર ટુકડા કરી લો અને ચારે ટુકડા પર ખીર કે ખાંડ કે ગોળ મૂકી. તેમાંથી એક ગાયને, બીજું કૂતરાને, ત્રીજો કાગડાને અને ચોથો કોઈ ભિખારેને આપો. આ ઉપાયથી ગાયને રોટલી ખવડાવવાથી પિતૃદોષ દૂર થશે, કૂતરાને રોટલી ખવડાવવાથી શત્રુભય દૂર થશે, કાગડાને રોટલી ખવડાવવાથી પિતૃદોષ અને કાલસર્પ દોષ દૂર થશે અને આખરે રોટલી કોઈ ગરીબ કે ભૂખ્યાને ભોજનની સાથે ખવડાવવાથી આર્થિક કષ્ટ દૂર થશે અને બગડેલા કામ બનશે. 
 
2.જો તમાર જીવનમાં શનિ પીડા છે કે પછી રાહુ કેતુ મુશ્કેલી હોય તો રોટલીનો આ ઉપાય તમારા માટે રામબાણ સિદ્ધ થઈ શકે છે. આ બધા ગ્રહની અશુભતાને દૂર કરવા માટે રાતના સમયે બનાવતી આખરે રોટલી પર સરસવના તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. જો કાળા કૂતરા ન હોય તો કોઈ નાના કૂતરાને ખવડાવી આ ઉપાય કરી શકો છો. 
 
3. અમારે ત્યાં અતિથિને દેવતાના સમાન ગણાયું છે પછી તે ધનવાન હોય કે કોઈ સામાન્ય માણસ. જો કોઈ નિર્ધન કે ભિખારી તમારા ઘરના બારણા પર આવીએ તો તેને તમારી શક્તિ મુજબ ભોજન કરાવો. ભોજનમાં રોટલી જરૂર ખવડાવો કે હાથથી પીરસો. 
 
4. જો તમારી  બધી કોશિશ પછી સફળતા તમારા હાથે નહી લાગી રહી છે તો તમારા માટે રોટલીના આ ઉપાય વરદાન સિદ્ધ થઈ શકે છે. રોટલી અને ખાંડને મિક્સ કરી નાના નાના ટુકડા કીડીઓને ખવડાવવા માટે તેના બિલની આસપાસ નાખો. આ ઉપાયથી તમારી મુશ્કેલીઓ ધીમેધીમે દૂર થવા લાગશે. 
 
5. જો તમારા ઘરની શાંતિને કોઈની નજર લાગી ગઈ છે અને રોજ ઝગડા થતું રહે છે તો તમે રોટલીથી સંકળાયેલા આ ચમત્કારી ઉપાયને જરૂર અજમાવીને જુઓ. બપોરના સમયે જયારે તમે તમારી રસોઈમાં પ્રથમ રોટલી ગાય અને આખરે રોટલી કૂતરા માટે જરૂર કાઢવી અને તેને ભોજનથી પૂર્વ ગાય અને કૂતરાને ખવડાવા પ્રયાસ કરો. જો શકય ન હોય તો પછી તેને ખવડાવી દો. 
 
6. જો કરિયરમાં રૂકાવટ છે, નોકરી નથી મળી રહી છે તો આ ઉપાય તમારા માટે. રોટલીમાથી નીચેથી ત્રીજા નંબરની રોટલી લેવી. તેલની વાટકીમાં તમારા વચ્ચેની આંગળી અને તર્જની એટલે કે મોટી આંગળીને એક સાથે ડુબાડી હવે તેને રોટલી પર બન્ને આંગળીથી એક સાથે લાઈન ખેંચવી. હવે આ રોટલીને વગર કઈક બોલ્યા. બે રંગના કૂતરાને નાખી દો. આ ઉપાય ગુરૂવારે કે રવિવારે કરશો તો કરિયરની દરેક બાધા દૂર થશે.  
 


આ પણ વાંચો :