મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

શનિવારે આ વસ્તુઓનુ દાન કરવાથી શનિની કૃપા કાયમ રહે છે

શનિવાર, દિવસ છે શનિદેવનો... આ દિવસે શનિને મનાવવા માટે વિશેષ પૂજન અર્ચન કરવાનું મહત્વ છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ ઘણું કરીને ખાસ મહત્વ રાખે હોય છે. શનિની શુભ કે અશુભ સ્થિતિનાં કારણે વ્યક્તિનાં જીવનમાં સુખ અને દુખ પણ વેઠવાં પડે છે. શનિનો સૌથી વધારે પ્રભાવ સાડાસાતી અને ઢૈય્યામાં વેઠવો પડે છે. દરેક વ્યક્તિને શનિની સાડાસાતી ચોક્કસ વેઠવી પડે છે તેનાથી કોઇ બચી શકતું નથી.
જો શનિનાં કારણે કોઇ વ્યક્તિને ઘણાં દુ:ખો અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો તો શનિવારનાં દિવસે અમુક વિશેષ પૂજન કાર્ય કરવું જોઇએ. શનિને મનાવવા માટે અહીં સચોટ ઉપાય આપવામાં આવ્યો છે. દરેક શનિવાર આ ઉપાય અપનાવવાથી જલ્દી શુભ થાય છે.
શનિનાં અશુભ પ્રભાવોને ઓછો કરવા માટે શનિવારનાં દિવસે એક કાળા કપડામાં કાળા અડદ, કાળા તલ અને લોખંડની વસ્તુઓ મુકી તેને બાંધી લો. શનિદેવને અર્પણ કરો અને પૂજા કરો. તેના પછી કોઇ બ્રાહ્મણ, કોઇ ગરીબ  વ્યક્તિને આ કાળા કપડામાં બાંધેલી ત્રણ ચીજોનું દાન કરી દો. આમ દર શનિવારે આ દાન કરવું જોઇએ. થોડા જ દિવસોમાં તેના સકારાત્મક પરિણામો જોવા મળશે.