બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 8 ઑગસ્ટ 2020 (11:01 IST)

શનિવારે આટલા ઉપાયો કરવાથી દરિદ્રતા દૂર થાય છે

શનિ એક ક્રૂર ગ્રહ છે અને તેને ન્યાયાધીશનુ પદ પણ પ્રાપ્ત છે. શનિ કુંડલીના અન્ય શુભ ગ્રહોના સારી અસરને પણ પ્રભાવિત કરી શકે છે. જ્યોતિષ મુજબ શનિદેવને ભલે ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પણ આ ગ્રહ સારા ફળ પણ પ્રદાન કરે છે.  શનિ સૌથી ધીરે ચાલનારો ગ્રહ છે. શનિ જ એકમાત્ર એવો ગ્રહ છે જે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ કારણે શનિદેવને શનૈશ્ચર પણ કહેવામાં આવે છે.  કારણ કે એ શ્નૈ: શ્નૈ: ચાલે છે. શનિદેવની ગતિ આટલી ધીમી કેમ છે ? આ સંબંધમાં એવુ કહેવાય છે કે તેઓ લંગડા છે તેથી તે ધીરે-ધીરે ચાલે છે.

હનુમાનજીના ભક્તોને શનિ પરેશાન નથી કરતા, આવુ કેમ...

ભગવાન શનિને તેલ ચઢાવવામાં આવે છે. આ સંબંધમાં કથા પ્રચલિત છે કે એકવાર હનુમાનજી અને શનિનુ યુદ્ધ થયુ અને યુદ્ધમાં શનિદેવને હારનો સામનો કરવો પડ્યો. ત્યારે હનુમાનજીએ શનિનુ દુખ ઓછુ કરવા માટે તેલ પ્રદાન કર્યુ. આ તેલને લગાવવાથી શનિદેવનુ દર્દ સમાપ્ત થઈ ગયુ. ત્યારથી શનિદેવને તેલ અર્પિત કરવામાં આવે છે.  હનુમાનજીના કારણે શનિદેવના દર્દનો અંત થઈ ગયો હતો અને આ કારણે શનિદેવ હનુમાનજીના ભક્તો પર પણ કૃપા દ્રષ્ટિ રાખે છે.  શનિના દોષોની મુક્તિ માટે હનુમાનજીની પૂજા કરવી શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય ધન સંબંધી પરેશાનીયો પણ દૂર થઈ શકે છે.

પીપળના પાન પર લખો શ્રીરામ નામ

સવાર સવારે પીપળના કેટલાક પાન તોડી લો અને આ પાન પર ચંદનથી કે કુમકુમથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાનની એક માળા બનાવો અને હનુમાનજીને અર્પિત કરો. આ ઉપાયથી બધા પ્રકારના કષ્ટ અને ક્લેશ દૂર થઈ શકે છે.

જળ અર્પિત કરો

દર શનિવારે કોઈ પીપળમાં જળ અર્પિત કરો. ત્યારબાદ સાત વાર પીપળની પરિક્રમા કરો. પરિક્રમા પૂર્ણ થયા પછી પીપળની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

નારિયળનો ઉપાય

જો તમે પરેશાનીઓથી મુક્તિ ઈચ્છો છો તો હનુમાનજીના મંદિર જાવ અને તમારી સાથે એક નારિયળ લઈને જાવ. મંદિર પહોંચીને હનુમાનજીની પ્રતિમા સામે નારિયળ પર સ્વસ્તિક બનાવો અને હનુમાનજીને અર્પિત કરો. આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયથી જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

દીવાનો ઉપાય

આ ઉપાય રોજ રાત્રે કરવો જોઈએ. આ ઉપાય મુજબ તમારે દરરોજ રાત્રે હનુમાનજી સામે એક વિશેષ દીપક પ્રગટાવવાનો છે. રાત્રે કોઈ હનુમાન મંદિર જાવ અને ત્યા પ્રતિમા સામે ચૌમુખનો દિવો લગાવો. ચૌમુખી દીવો મતલબ દીવો ચારે બાજુથી પ્રગટાવવાનો છે. આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવુ રોજ કરશો તો ખૂબ જલ્દી મોટી મોટી પરેશાનીઓ પણ સહેલાઈથી દૂર થઈ જશે.

સિંદૂર અને તેલ અર્પિત કરો

હનુમાનજીને સિંદૂર અને ચમેલીનુ તેલ અર્પિત કરો. જે રીતે વિવાહીત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી વય માટે સેંથીમાં સિંદૂર લગાવે છે ઠીક એ જ રીતે હનુમાનજી પણ પોતાના સ્વામી મતલબ શ્રીરામ માટે આખા શરીરમાં સિંદૂર લગાવે છે.  જે પણ વ્યક્તિ હનુમાનજીને સિંદૂર અર્પણ કર છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે.