શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2020 (09:13 IST)

નાગપંચમીના દિવસે કેવી રીતે દૂર કરાય કાલસર્પ યોગ

કુંડળીમાં ઘણા પ્રકારના દોષ હોય છે. કોઈની કુંડળીમાં કાલસર્પ યોગ તો કોઈમાં નાડી દોષ, આવો જાણીએ કાલસર્પ યોગ દોષ શુ છે અને કેવી રીતે દૂર કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે નાગ પંચમીના દિવસે ખાસ પૂજા કરીને તેનુ નિવારણ કરવામાં સહાયક છે. 
 
શુ છે કાલસર્પ યોગ ?
 
જ્યારે બધા ગ્રહ રાહૂ અને કેતુ બંને ગ્રહોની વચ્ચે આવી જાય છે ત્યારે કાલસર્પ યોગ બને છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ યોગ હોય છે એ લોકોને પોતાના કાર્યોમાં, સફળતા પ્રાપ્તિમાં તથા જીવનના અન્ય પહેલુઓમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહી સુધી કે તનતોડ મહેનત કરવાથી પણ તેમને ફળ નથી મળતુ. 
 
કાલસર્પ યોગમાં ગ્રહોની સ્થિતિ 
 
આ યોગ બધા લોકોને એક સમાન રૂપથી પ્રભાવિત નથી કરતા. કુંડળીમાં ગ્રહોની દિશા, દશા ચાલ, ભાવ, ભાવોની શક્તિ વગેરે બધી વાતો કાલસર્પ યોગના પ્રભાવને વધવા અને ઘટવાને પ્રભાવિત કરે છે. તેથી આ જાણીને ગભરાવવાની કોઈ જરૂર નથી કે તમારી કુંડળીમાં કાળસર્પ યોગ છે. જરૂરી નથી કે આ તમારા પર ખરાબ પ્રભાવ જ નાખે. પણ હા આ ખૂબ જ જરૂરી છે કે કોઈ સારા જ્યોતિષની મદદથી તમારી કુંડળીની પૂરી તપાસ કરાવી લો, જેથી સમય રહેતા યોગ્ય ઉપાય કરી શકાય. 
 
આગળ કાલસર્પ દોષમાં આવતી મુશ્કેલીઓ
 
આ દોષ વ્યક્તિ પર ઘણા બધા પ્રભાવ નાખે છે અને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે. તેના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં ઘણી એવી વાતો થાય છે જે તે બિલકુલ નથી ઈચ્છતો. તેનો પ્રભાવ કંઈક આ પ્રકારનો છે. 
 
કાલસર્પ યોગનો સ્વાસ્થ્ય અને દિમાગ પર પ્રભાવ 
 
આ દોષ વ્યક્તિના સ્વાસ્થ્યને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે અને તેને માનસિ રૂપે પણ મુશ્કેલી આપે છે. તેના પ્રભાવથી વ્યક્તિ ગંભીર બીમારીઓનો શિકાર થઈ શકે છે. આ દોષના કારણે વ્યક્તિની માનસિક શાંતિ ભંગ થઈ શકે છે. ભુલવાની બીમારી હોઈ શકે છે. તનાવ, ચિંતા, આત્મવિશ્વાસની કમી આવી શકે છે. આ વ્યક્તિને ભાવનાત્મક રીતે પણ કમજોરે બનાવે છે. એવુ પણ બની શકે કે આને કારણે વ્યક્તિ કે તેના પરિવારના કોઈ સભ્યને ગંભીર બીમારી થઈ જાય. 
 
કાલસર્પ યોગનો શિક્ષા અને કેરિયર પર પ્રભાવ 
 
બની શકે છે કે આ દોષને કારણે કોઈને સતત પરીક્ષામાં અસફળતા મળે, કે ઈચ્છા પ્રમાણે પરિણામ ન મળે. આ વ્યક્તિને આગળ વધતા રોકે છે અને જીવનમાં આગળ વધવાની ઈચ્છાને ઓછી કરી નાખે છે. 
એવુ પણ બને કે આનાથી પ્રભાવિત વ્યક્તિ નોકરી ગુમાવે. વેપારમાં ખોટ જાય, વ્યક્તિના ભણતર ઉપરાંત તેના કેરિયર પર પણ ખરાબ પ્રભાવ પડે છે. 
 
કાલસર્પ યોગ દોષનો પ્રેમ અને લગ્ન પર પ્રભાવ પડે છે. કોઈ ખાસ મિત્ર દ્વારા તેની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. લગ્નમાં અડચણો આવી શકે છે. 
 
વેદોમાં કહેવામાં આવ્યુ છે કે આ દોષથી મુક્તિ મેળવવા ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. 
 
કાલર્સપ્ર પૂજા કરવાના ફાયદા 
 
કાલસર્પ યોગ દોષથી જીવનમાં થતી મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે કાલસર્પ દોષ નિવારણ પૂજા કરવી જોઈએ. આ પૂજા કરવાથી દોષનો પ્રભાવ ઘણો ઓછો થઈ જાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓથી પણ છુટકારો મળે છે.