રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated: શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (09:32 IST)

શનિવારે કરો આ 4 વિશેષ ઉપાય ચમકી જશે તમારુ નસીબ

આજે અમે આપને માટે લાવ્યા છે શનિવારે કરવામાં આવતા કેટલાક અસરકારક ઉપાયો વિશે માહિતી..  એવુ માનવામાં આવે છે કે શનિદેવની અશુભ દ્રષ્ટિથી વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે અને અંતર્દશા બધી રાશિઓ પર ચાલતી રહે છે  જેના સારા અનેે  ખરાબ બંને પરિણામ જોવા મળે છે.  જો કોઈ ગ્રહની મહાદશાથી સૌથી વધુ ભય લાગે છે તો તે છે શનિની મહાદશા. જેના કારણે અનેક લોકો પરેશાન થઈ જાય છે કે છેવટે શુ કરવામાં આવે. પણ તેનાથી પણ વધુ મુશ્કેલનો સમય હોય છે તેમને માટે જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ખરાબ સ્થાન પર સ્થાપિત થાય. આવામાં વ્યક્તિને જીવનભર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.  તેમની પરેશાનીઓનો હલ કરીને ઉપાય જ્યોતિષમાં બતાવ્યા છે. આવો જાણીએ.. 
 
1. અપાર વિદ્યા અને બુદ્ધિની પ્રપતિ માટે શનિવારની રાત્રે રક્ત ચંદનથી દાડમની કલમથી ૐ હ્વી ને ભોજપત્ર પર લખીને રોજ પૂજા કરવી જોઈએ 
 
 
2. શનિવારના દિવસે કાળા કૂતરા, કાળી ગાયને રોટલી અને કાળી ચકલીને દાણા નાખવા જોઈએ. તેનાથી વ્ય્કતિના જીવનના બધા અવરોધ દૂર થઈ જાય છે. 
 
3. શનિવારે તેલથી બનેલા પદાર્થ ભિખાને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
4. શનિવારના દિવસે પોતાની લંબાઈ જેટલો લાલ દોરો માપી લો. ત્યારબાદ વડનુ એક પાન તોડીને તેને સ્વચ્છ પાણીથી ધોઈને લૂંછી લો અને પાન પર તમારો માપેલો રેશમી દોરો લપેટી લો.  ત્યારબાદ પાનને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય તમે કોઈ પણ શનિવારે સારા મુહૂર્ત અને ચોઘડિયામાં કરી શકો છો. આ ઉપાયથી બધા અવરોધ દૂર થશે અને તમારુ ભાગ્ય ચમકી જશે.