બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2023 (08:13 IST)

સફળ કારકિર્દી માટે ઉપાય - જો કરિયરને લઈને છે તણાવ તો આ ઉપાયો તમને અપાવશે સફળતા

દરેક વ્યક્તિને એક સમય પછી પોતાના જીવનને સ્થિર અને આગળના જીવનમાં સુખી બનાવવા માટે એક સફળ કરિયરની જરૂર હોય છે. આજના સમયમાં કોમ્પિટિશન ઘણી વધી ગઈ છે, આવી સ્થિતિમાં દરેક જણ એકબીજાથી આગળ નીકળવાની હરીફાઈ કરી રહ્યા છે. જીવનમાં આગળ વધવા માટે સકારાત્મક હરીફાઈ પણ જરૂરી છે, પરંતુ ઘણી વખત જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે વ્યક્તિ પોતાની કરિયરને લઈને ચિંતામાં આવી જાય છે. સખત મહેનત કર્યા પછી પણ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી. ક્યારેક સફળતા મળતા મળતા જ રહી જાય છે  જેના કારણે વ્યક્તિ હતાશ થઈ જાય છે અને તણાવમાં રહેવા લાગે છે.  જો તમારા જીવનમાં આવી જ સમસ્યાઓ રહે છે તો તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.આ ઉપાયો કરવાથી તમે તમારી નોકરી, વ્યવસાયમાં આવનારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ ઉપાય.
 
જો તમને વારેઘડીએ નોકરી બદલવી પડે છે, અથવા તમને તમારી કરિયરમાં સ્થિરતા મળી નથી, તો દરરોજ ઓછામાં ઓછા 31 વખત ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આનાથી તમે તમારી નોકરીની કરિયરમાં આવનારી સમસ્યાઓથી છુટકારો મેળવશો અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે કારણ કે આ બંને મંત્ર ખૂબ જ અસરકારક છે.
 
સૂર્યદેવને કીર્તિનો કારક માનવામાં આવે છે. જો ઓફીસમાં  ઉચ્ચ અધિકારીઓ તરફથી સહકાર ન મળે, જેના કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સૌ પ્રથમ તમારે સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. આ માટે તાંબાના એક લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન અને થોડો ગોળ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી તમને કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે અને તમને તમારી કરિયરમાં પ્રગતિ અને સફળતા મળવા લાગે છે.
 
જો તમને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ સારી નોકરી ન મળી રહી હોય અથવા વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણેશના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.