શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (10:59 IST)

તંત્ર-મંત્ર - માલામાલ થવા માટે આટલુ કરી જુઓ

તંત્ર શાસ્ત્રમાં કાળી હળદર એટલે કૃષ્ણા હરિદ્રાને ચમત્કારી ગણવામાં આવે છે. યોગ્ય સમયે અને યોગ્ય વિધિ અનુસાર જો તાંત્રિક ઉપાય કરવામાં આવે તો જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શ્રેષ્ઠ મૂહૂર્તમાં નિત્ય કર્મોથી નિવૃત થઈને આ ઉપાયો કરવા જોઈએ. 
 
* કાળી હળદર, અક્ષત અને ચાંદીનો એક ટુકડો લઈને એને કોઈ નવા વસ્ત્રમાં બાંધીને ધૂપ-દીપથી પૂજા કરો. ત્યાર બાદ આ કપડાને તમારા ઘરની કે દુકાનની તિજોરી કે ધન સ્થાન પર રાખો. આવકના સાધનોમાં વધારો થશે. 
 
* વ્યાપાર ખોટમાં જઈ રહી હોય તો શુક્લ પક્ષના પહેલા ગુરૂવારે પીળા કાપડમાં કાળી હળદર, 11 અભિમંત્રિત ગોમતી ચક્ર, ચાંદીનો સિક્કો અને 11 અભિમંત્રિત ધનદાયક કોડીયો 108 વાર ૐ નમો ભગવતે વાસુદેવ નમ: મંત્રનો જાપ કરી  ધન મુકવાના સ્થાને મુકી દો. વેપારમાં ખૂબજ વૃદ્ધિ થશે. 
 
* કાળી હળદરને સારી રીતે સાફ કરી દેવાલયમાં ભગવાન શ્રીવિષ્ણુ અને મા લક્ષ્મી પાસે મુકી દો. દરરોજ ધૂપ-દીપ પૂજા કરો. ધન આગમનની રાહ મળશે. 
 
* ધન-સંપતિ હોવા છતાંય રોકાતી નથી તો  તો શુક્લ પક્ષના પહેલા શુક્ર્વારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર,નાગકેશર અને સિન્દૂરની સાથે મુકી મા લક્ષ્મીના ચરણોમાં સ્પર્શ કરાવી ધન મુકવાની જગ્યાએ મુકી દો. આવું કરવાથી આવકના સાધન ઉભા થશે.