સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

મંગળવારે આ 5 ઉપાયો કરવાથી Mangal Dosh દૂર થાય છે

મંગળવારે હનુમાનજી અને મંગળ ગ્રહ માટે વિશેષ પૂજન કરવામાં આવે છે. માન્યતા છેકે મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે. સાથે જ હનુમાનજીની કૃપાથી બધા પ્રકારની તકલીફ અને ક્લેશોમાંથી મુક્તિ મળી જાય છે. અહી જાણૉ 5 એવા ઉપાય જેના દ્વારા આ દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. 
 
1. દર મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનુ તેલ અર્પિત કરવુ જોઈએ. આ ઉપાયથી બજરંગ બલી જલ્દી પ્રસન્ના થાય છે. 
 
2. લાલ મસૂરની દાળ દાન કોઈ ગરીબ વ્યક્તિને કરો. આ ઉપાયથી મંગળ દોષોની શાંતિ થઈ શકે છે. 
 
3. શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફુલ ચઢાવવાથી મંગળ ગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. 
 
4. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
5. કોઈ એવા તળાવ કે સરોવર પર જાવ જ્યા માછલીઓ હોય. ત્યા પહોંચીને માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. આ ઉપાય રોજ કરી શકાય છે.