રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (13:49 IST)

Teacher's Day 2023 Special: ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે રસપ્રદ વાતો

teachers day
દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ વિદ્યાર્થીઓના ગુરૂના પ્રથે આભાર વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે શાળામાં અનેક કાર્યક્રમ થાય છે. જીવનમાં ગુરૂના સ્થાન અન્ય કોઈ લઈ શકતુ નથી. ગુરૂને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ (5 સપ્ટેમ્બર) ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે.  ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના રોજ 1962 થી શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. તેમને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. આ અવસર પર અમે આજે તમને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને  બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે  કેટલીક જરૂરી વાતો બતાવી રહ્યા છે. જે કદાચ જ તમે જાણતા હશો. 
 
- ડો.રાધાકૃષ્ણનનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે રાધાકૃષ્ણના પિતા ઇચ્છતા હતા કે તેમનો પુત્ર અંગ્રેજી ન શીખે અને મંદિરનો પુજારી બની જાય.  
 
– PIB એક રિપોર્ટ મુજબ રાધાકૃષ્ણનમાં એટલી બધી પ્રતિભા હતી કે તેમને પહેલા તિરૂપતિ અને પછી વેલ્લોરની શાળામાં મોકલવામાં આવ્યા.
 
– ડો.રાધાકૃષ્ણન તેમના પિતાની બીજા નંબરની સંતાન હતા. તેમના ચાર ભાઈઓ અને એક નાની બહેન હતી, છ ભાઇ-બહેનો અને બે માતા-પિતા સહિત આઠ સભ્યોના આ પરિવારની આવક ખૂબ ઓછી હતી.
 
- ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને બાળપણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પ્રારંભિક જીવન તિરુતાની અને તિરૂપતિ જેવા ધાર્મિક સ્થળોમાં વીત્યુ. 
 
 - ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના મહાન વિદ્વાન, એક મહાન શિક્ષણશાસ્ત્રી, એક મહાન શિક્ષાવિદ્ય, મહાન વક્તા તેમ જ વૈજ્ઞાનિક હિન્દુ વિચારક પણ  હતા. રાધાકૃષ્ણને તેમના જીવનના 40 વર્ષ એક શિક્ષક તરીકે વિતાવ્યા.