શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (08:33 IST)

સંકટ સમયે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ આ 5 વાતો, સહેલાઈથી પસાર થશે ખરાબ સમય

આચાર્ય ચાણક્યની ગણતરી મહાન અર્થશાસ્ત્રીઓ, રાજકારણીઓ અને કૂટનીતિજ્ઞમાં થાય છે. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં એવી ઘણી નીતિઓ વર્ણવી છે જે આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ જીવનના દરેક પરિસ્થિતિનો ઝીણવટાઈથી અભ્યાસ કર્યો. એવું કહેવામાં આવે છે કે ચાણક્યએ પોતાની નીતિઓની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યો.  કહેવાય છે કે ચાણક્યની નીતિઓ અપનાવીને દરેક મનુષ્યને સફળતા મળી શકે છે.
 
ચાણક્યએ એક શ્લોકમાં વર્ણવ્યું છે કે મુશ્કેલ સમયમાં શું કરવું જોઈએ અને કંઈ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. ચાણક્ય કહે છે કે આ બાબતોને ધ્યાનમાં રાખીને સંકટ સમય સરળતાથી  પસાર થશે.  જાણો એ વાતો 
 
1. સાવધાની રાખો- ચાણક્ય કહે છે કે મુશ્કેલ સમયમાં સાવધાની રાખવી જોઈએ. મુશ્કેલ સમયમાં સૌથી મોટો પડકાર એ છે કે આ સમયમાં નાની ભૂલ પણ તમારે માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. 
 
2. પ્લાનિંગ સાથે કરો કામ - નીતિ શાસ્ત્ર મુજબ ચાણક્યએ પોતાની રણનીતિથી જ નંદ વંશ નષ્ટ કર્યો. આવામાં સંકટમાંથી બહાર નીકળવા માટે યોજના બનાવવી જરૂરી છે. વ્યક્તિને મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે ઠોસ રણનીતિની જરૂર હોય છે. આવામાં મુશ્કેલ સમયમાં સાવધાની સાથે આયોજન કરવું જોઈએ.
 
3. પરિવારની સુરક્ષા - ચાણક્ય કહે છે કે પરિવારની સલામતી એ વ્યક્તિનું  પ્રથમ કર્તવ્ય છે. તેથી સૌ પ્રથમ પોતાના પરિવારની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. પરિવાર પ્રત્યે જવાબદારી નિભાવવી જરૂરી છે. સંકટ સમયે કુટુંબને ક્યારેય એકલો ન છોડવો જોઈએ.
 
4 આરોગ્યનુ ધ્યાન -ચાણક્ય કહે છે કે વ્યક્તિએ મુશ્કેલ સમયમાં પોતાના આરોગ્યની કાળજી લેવી જોઈએ. કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વ્યક્તિએ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. આવામાં સંકટ સમયે પોતાના સ્વાસ્થ્યનુ વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ.
 
5. ધન એકત્ર કરવુ -  સંકટમાંથી બહાર નીકળવા માટે ધન એકત્ર કરવુ ખૂબ જરૂરી છે. ચાણક્ય કહે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પૈસા એ વ્યક્તિનો સાચો મિત્ર છે. જે વ્યક્તિ પાસે પૈસાની કમી રહે છે, તેમને માટે પડકારોનો સામનો કરવો મુશ્કેલ છે.