મંગળવાર, 21 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (07:06 IST)

Chanakya Niti: વ્યક્તિએ આ લોકોનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ, નહી મુશ્કેલીમાં ફંસાય જશે જીવન

Gujarati suvichar
આચાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી અને શિક્ષાવિદ હતા. તેમણે નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલ તમામ સમસ્યાઓનો હલ બતાવ્યો છે. ચાણક્યનુ માનવુ છે કેટલા સંબંધો એવા હોય છે જેનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ  ચાણક્ય કહે છે કે આ સંબંધો દિલ સાથે જોડાયેલા હોય છે. ચાણક્યના મુજબ દિલના સંબંધોને ક્યારેય તોડવાની કોશિશ ન કરવી જોઈએ. 
 
ચાણક્ય કહે છે કે જે લોકો તમારા ખરાબ સમયમાં તમારો સહારો બનીને તમારી સાથે ઉભા રહે છે, તેમનો સાથ જીવનમાં ક્યારેય ન છોડવો જોઈએ. નીતિ શાસ્ત્ર મુજબ તમને દરેક સમયે સન્માન આપનારા લોકોનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. 
 
ચાણક્ય કહે છે કે ઘણી વખત લોકો પોતાના ખરાબ સમયને ભૂલી જાય છે.  આ ઉપરાંત ખરાબ સમયમાં તેમની મદદ કરનારાઓને પણ યાદ નથી રાખતા. ચાણક્યનું માનવું છે કે આવા લોકોને જીવનભર કષ્ટ સહન કરવું પડે છે. ચાણક્ય કહે છે કે વ્યક્તિનો ખરાબ સમય ગમે ત્યારે આવી શકે છે. તેથી સંબંધોને  હંમેશાં સાચવીને રાખવા જોઈએ.
 
દુ:ખના સમયે થાય છે સંબંધોની પરીક્ષા 
 
ચાણક્ય મુજબ સુખમાં વ્યક્તિ ક્યારેક પોતાના સંબંધોને ઓળખી શકતો નથી. નીતિશાસ્ત્ર મુજબ સંબંધોની ઓળખ ખરાબ સમયમાં જ થાય છે. ચાણક્ય કહે છે કે ખરાબ સમય આવતા સેવક, મિત્ર અને પત્નીની ઓળખ થાય છે. 
 
જે તમને હંમેશા આપે સાથ તેમનો ક્યારેય ન છોડશો હાથ 
 
ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં સાથ નથી છોડતો. તેનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. જે વ્યક્તિ તમને દિવસ રાત મદદ માટે તૈયાર રહે છે તેનો હંમેશા સાથ બનાવીને રાખવો જોઈએ.