સક્સેસ મંત્ર - તમારી મંઝિલ જાતે નક્કી કરો, સફળતા જરૂર મળશે

success
Last Modified બુધવાર, 28 એપ્રિલ 2021 (04:35 IST)

સફળતા પ્રાપ્ત કરવા માટે લોકો સખત મહેનત કરે છે, પરંતુ ઘણી વખત સફળતા પ્રાપ્ત થતી નથી. જીવનનો દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે, કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે, જેમ કે સફળતા મેળવવા માટે આપણે આપણી મંઝીલ જાતે નક્કી કરવાની હોય છે. ઘણી વાર આપણે બીજાની પાછળ દોડતા રહેવાથી અનેકવાર આપણે રસ્તો ભટકી જઈએ છીએ. આવો તમને વિવેકાનંદજીની એક સ્ટોરીના માધ્યમથી જણાવીએ છીએ
કે પોતાની મંઝીલ જાતે નક્કી કરવી કેમ જરૂરી હોય છે.

સ્ટોરી -

એક વ્યક્તિએ સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે હું સખત મહેનત કરું છું, પરંતુ તેમ છતાં સફળતા મળતી નથી. મને દર વખતે નિષ્ફળતા મળે છે. ત્યારે સ્વામીજીએ તેમને કહ્યું કે તમે જાવ અને તમારા કૂતરાને ફરવા લઈ જાવ. તે વ્યક્તિ તેના કૂતરાને ફરવા લઈ ગયો. જ્યારે તે વ્યક્તિ કૂતરાને ફરાવીને પાછો આવ્યો તો કૂતરો ખૂબ થાકી ગયો હતો, પણ એ વ્યક્તિના ચેહરા પર ચમક હતી.

ત્યારે સ્વામીજીએ તે વ્યક્તિને પૂછ્યું કે તમારો કૂતરો આટલો થાકેલો લાગી રહ્યો છે અને તમારો ચેહરો ચમકી રહે છે, આવુ કેમ ?
જ્યારે તમે બંને એક સાથે ગયા હતા. ત્યારે તે વ્યક્તિ બોલ્યો કૂતરો ગલીના કૂતરા પાછળ ભાગી રહ્યો હતો અને હુ સીધો મારા રસ્તે ચાલી રહ્યો હતો. તેથી કૂતરો થાકી ગયો અને હું થાક્યો નહી.

સ્વામીજીએ તે વ્યક્તિને કહ્યું, આ તમારા સવાલનો જવાબ છે. તમે જ્યારે તમારી મંઝીલ મેળવવા માટે બીજાની પાછળ ભાગતા રહો છો તો થાકી જાવ છો કે પછી રસ્તો ભટકી જાવ છો. જો તમે તમારી મંઝીલ પર સીધા ચાલશો તો તમને સફળ થતા કોઈ નહી રોકી શકે. તેથી કોઈની પાછળ ભાગવા કરતા સારુ છે કે તમારો રસ્તો જાતે જ બનાવતા જાવ.

સીખ - તમારી મંઝીલ(લક્ષ્ય) જાતે નક્કી કરો. બીજાની પાછળ ચાલવાથી તમે થાકી જશો કે પછી રસ્તો ભટકી જશો.


આ પણ વાંચો :