ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (11:27 IST)

Chanakya Niti: મનુષ્યનુ સૌથી મોટુ હથિયાર છે આ એક વસ્તુ, જે અપનાવશે તેની દરેક મુશ્કેલી ચપટીમાં થશે દૂર

chanakya niti
chanakya

Chanakya Niti: ચાણક્ય નીતિ કહે છે કે સકારાત્મક રહેશેઓ તો મુશ્કેલીઓને દૂર કરવામાં વધુ સમય નહી લાગે. ધનને લઈને ચાણક્યએ વિસ્તારપૂર્વક પોતાના વિચાર જણાવ્યા છે. તેઓ કહે છે કે મહેનતનુ ફળ અને સમસ્યાઓનુ હલ ઈમાનદારીથી કામ કરનારાઓને મળી જ જાય છે. 
 
પૈસો જ્યાં સુખ આપે છે, ત્યાં તેને છીનવી પણ લે છે, પરંતુ જીવન ભલે ગમે તેટલું મુશ્કેલ લાગે, પરંતુ ચાણક્યએ એક એવી વાત કહી છે જે પૈસાથી ઉપર છે, જેની પાસે છે તે મુસીબતોથી ડરતો નથી. ચાણક્યએ તેને માણસનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી શસ્ત્ર ગણાવ્યું છે.
 
કામઘેનુ ગાયના સમાન છે જ્ઞાન 
 
ચાણક્ય અનુસાર જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિમાં ક્યારેય સંકોચ અનુભવતો નથી, તેને દુ:ખના વાદળો સ્પર્શ પણ નથી કરી શકતા. જ્ઞાનની મદદથી વ્યક્તિ સફળતાના શિખરે પહોંચી શકે છે. ચાણક્યએ ધનવાન કરતાં જ્ઞાની અને બુદ્ધિશાળીને શ્રેષ્ઠ વ્યક્તિ ગણ્યા છે. જ્ઞાની વ્યક્તિ દરેક જગ્યાએ આદર પામે છે, પછી ભલે તે આર્થિક રીતે નબળી હોય. ચાણક્ય કહે છે કે જ્ઞાન મેળવવું એ કામધેનુ ગાય જેવું છે જે દરેક ઋતુમાં મનુષ્યને અમૃત પ્રદાન કરે છે, તેથી જ્યારે પણ અને જ્યાં પણ મળે ત્યારે જ્ઞાન લેવું જોઈએ. જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી.
 
જ્ઞાન સાથે અનુભવ અપાવે છે સફળતા  
 
જ્ઞાન અને અનુભવ એક સિક્કાના બે બાજુ છે. માણસને જ્ઞાન તો હોય છે પણ અનુભવ ત્યારે જ મળે છે જ્યારે એ સ્થિતિમા જીવે.  જે વસ્તુઓનુ જ્ઞાન લીધુ છે એનો અભ્યાસ પણ જરૂરી છે. ત્યારે જ મનુશ્ય સારા અને ખરાબનો ફરક કરવામાં સફળ બને છે. મનુષ્યના જીવનમાં જેટલુ જ્ઞાન જરૂરી છે એટલો જ અનુભવ પણ જરૂરી છે. 
 
ચાણક્ય મુજબ આ એવો ગુણ છે જેના બળ પર વ્યક્તિ મોટામાં મોટુ લક્ષ્ય ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. જ્ઞાનનો ક્યારેય ઘમંડ ન કરવો. વિદ્યા વહેચવાથી વધે છે અને તેનાથી વ્યક્તિ ઉંચુ પદ પ્રાપ્ત કરે છે.