રવિવાર, 10 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. પર્યટન દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (12:23 IST)

આમેરનો કિલ્લો

Amer Fort
રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલો આમેર કિલ્લો આ શહેરની સૌથી પ્રસિદ્ધ અને ચર્ચિત જગ્યાઓમાંથી એક છે. 16મી સદીમાં બનેલો આ કિલ્લો રાજસ્થાની કલા અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. ઉંચી ટેકરી પર બનેલો આમેરનો કિલ્લો કિલ્લો દૂરથી ખૂબ જ સુંદર લાગે છે. જો તમે ઈતિહાસ પ્રેમી છો, તો તમારે આ કિલ્લા સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે જાણવું જ જોઈએ. આવો અમે તમને આ કિલ્લા વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

Amer Fort Jaipur

રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી 11 કિમી દૂર આવેલો છે. આજના જયપુરમાં રાજધાની સ્થળાંતરીત થઈ તે પહેલાં આ શહેર કચવાહા વંશના રાજાની રાજધાની હતું. આમેરનો કિલ્લો તેની કલાત્મક શૈલી, હિંદુ અને મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે જાણીતો છે.
 
આમેર કિલ્લાનો ઇતિહાસ
આમેર કિલ્લો જયગઢ કિલ્લાની બરાબર સમાંતર સ્થિત છે અને આ બંને કિલ્લાઓ નીચે એક કોઝવે દ્વારા જોડાયેલા છે. તેને બનાવવાનો હેતુ કિલ્લાને દુશ્મનોથી બચાવવાનો હતો. આમેર કિલ્લાનું પ્રથમ બાંધકામ
રાજા કાકિલ દેવે તેની શરૂઆત 11મી સદીમાં કરી હતી, પરંતુ બાદમાં રાજા માન સિંહે તેને 1592માં પૂર્ણ કરાવ્યું હતું. આમેર ફોર્ટ એ મધ્યયુગીન કાળનું સ્મારક છે. આમેર કિલ્લો 1512 માં કચવાહા રાજા માનસિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જયસિંહ મેં તેનો વિસ્તાર કર્યો. આગામી 140 વર્ષોમાં, કચવાહા રાજપૂત રાજાઓ દ્વારા આમેર કિલ્લામાં ઘણા સુધારાઓ અને વિસ્તરણ કરવામાં આવ્યા હતા.

મુખ્ય મહેલો અને આમેર કિલ્લાના સ્થળો
માનસિંહ મહેલ- આ આમેર કિલ્લાનો સૌથી જૂનો મહેલ છે, જેનું નિર્માણ રાજા માનસિંહે કરાવ્યું હતું. જે જોવા લાયક છે.

રાજસ્થાનના આ કિલ્લામાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડની પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. જેમાં બાજીરાવ મસ્તાની, શુદ્ધ દેશી રોમાન્સ, મુગલ-એ-આઝમ, ભૂલ ભુલૈયા, જોધા અકબર જેવી ફિલ્મો સમાવેશ થાય છે. કિલ્લામાં દરરોજ સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે. જે જોવું ખરેખર અદ્ભુત છે. પરંતુ આ માટે તમારે અલગ ટિકિટ ખરીદવી પડશે.

ફરવાનો શ્રેષ્ઠ સમય
ઓક્ટોબરથી માર્ચ મહિના અહીં ફરવા માટે શ્રેષ્ઠ છે. જ્યારે મોટાભાગના સ્થળોએ ઠંડી હોય છે, ત્યારે અહીંનું હવામાન મુસાફરી માટે યોગ્ય છે.
 
કેવી રીતે પહોંચવું?
તમને દિલ્હી, પંજાબ, હરિયાણા જેવા શહેરોમાંથી જયપુર જવા માટે સીધી ડીલક્સ અને રાજ્ય પરિવહન બસો મળશે. આમેર કિલ્લો જયપુર શહેરથી લગભગ 11 કિલોમીટરના અંતરે આવેલો છે. તમારે જયપુરથી અહીં સુધી ટેક્સી બુક કરવી પડશે.


Edited By- Monica sahu