ઋત્વિક-આશા બન્યા 'નચ બલિયે'ના વિજેતા

મુંબઈ. | વેબ દુનિયા|
P.R
ડાંસિંગ રિયાલીટી શો નચ બલિયે સીઝન 6માં ઋત્વિક આશાની જોડી વિજેતા બની છે. નચ બલિયેના સીઝન 6ના ટાઈટલ માટે ગુરમીત ચૌધરી, દેવીના મુખરજી, ઋત્વિક, આશા નેગી, વિનોદ ઠાકુર, રક્ષા ઠાકુર અને રિપુદમન હાંડા શિવાંગી વર્માની જોડી વચ્ચે મુકાબલો હતો. ઋત્વિક આશાની જોડીને વિજેતા જાહેર કરવામાં આવી છે. તેમને નચ બલિયે ટ્રોફી ઉપરાંત 35 લાખ રૂપિયા, એક કાર અને ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીકિટ આપવામાં આવી હતી. તેમના કોરિયોગ્રાફરને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સીઝનમાં બીજા સ્થનએ ગુરમીત ચૌધરી, દેવીના મુખરજી જ્યારે ત્રીજા ક્રમે વિનોદ ઠાકુર, રક્ષા ઠાકુર અને ચોથા નંબરે રિપુદમન અને શિવાંગી વર્માની જોડી રહી હતી.
ટાઈટલ જીત્યા બાદ ઋત્વિક ઉછળી પડ્યો હતો. તેણે કહ્યુ કે અમે પહેલાથી જ લક્ષ્ય નક્કી કર્યુ હતુ કે આ ટાઈટલ અમારે જીતવુ છે. તેથી અમે દરેક પ્રદર્શનમાં શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કર્યો. જો કે મુકાબલો ખૂબ જ જોરદાર અને અઘરો હતો, પણ અમે કરી બતાવ્યુ.

આ પ્રસંગે ફરહાન અખ્તર અને વિદ્યા બાલન પોતાની ફિલ્મ શાદી કે સાઈડ ઈફેક્ટનું પ્રમોશન કરવા આવ્યા હતા.


આ પણ વાંચો :