"કેબીસી-8"માં અમિતાભના પ્રથમ મહેમાન બનશે કપિલ શર્મા

kapil sharma
મુંબઈ| Last Modified ગુરુવાર, 31 જુલાઈ 2014 (12:29 IST)
. કોમેડિયન કપિલ શર્મા મહાનાયક બચ્ચનના હિટ ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ' ના આઠમી સીઝનના પહેલા ગેસ્ટ બનશે. કપિલ સોની ચેનલ પર પ્રસાર્તિ થનારા કેબીસી 8ના પ્રથમ એપિસોડમાં જોવા મળશે જે 2 ઓગસ્ટના રોજ બતાડવામાં આવશે. અમિતાભે પોતાના બ્લોગ પર આ ખબર શેર કરી. અમિતાભ પોતે પણ કપિલના કાર્યક્રમ કોમેડી નાઈટ્સ વિથ કપિલના મહેમાન બની ચુક્યા છે..

71 વર્ષીય 'યુદ્ધ' સ્ટારે પોતાના બ્લોગ પર કેબીસીના સેટવાળી કોમેડી નાઈટ્સ વિથ કપિલ સ્ટાર અને પોતાની ફોટો નાખતા લખ્યુ
સુરતમાં શૂટ થનારા આ કાર્યક્રમ માટે કપિલ શર્મા જેવા અતુલનીય લોકો સાથે રિહર્સલ કરતા એપિસોડ પુરો થઈ ગયો. કપિલ બિગ બી ની સાથે શૂટિંગ કરી ખૂબ જ ખુશ છે.

કપિલ પોતે પણ એક હોસ્ટ છે અને તે હવે બિગ બી ના 'કેબીસી 8'માં એક મહેમાનના રૂપમા ભાગ લેવાના છે. કપિલનુ કહેવુ છે કે મને તેમની પાસેથી ઘણુ શીખવા મળશે. બિગ બી એક ખૂબ મોટી હસ્તી છે.


આ પણ વાંચો :