કોન બનેગા કરોડપતિના સેટ પર જ્યારે અમિતાભ ભાવુક થયા

P.R

સોનાલી મુખર્જી એક ખૂબ જ ખાસ એપિસોડમાં ભાગ લેવા સેટ પર પહોંચી તો તે ક્ષણ ખૂબ જ ભાવુક હતી. સોનાલી મુખર્જીની સાથે બોલીવુડ અભિનેત્રી લારા દત્તા પણ આ ખાસ એપિસોડમાં ભાગ લેવા પહોંચી હતી.

આ એપિસોડની થીમ હતી - 'દૂસરા અવસર'. સોનાલીની સાથે થયેલ ઘટનાની એક વિશેષ વીટી તૈયાર કરવામાં આવી હતી, જેને બતાવવામાં આવી. જ્યારે અમિતાભ બચચને લારા દત્તાને આ પૂછવામાં આવ્યુ કે કંઈ વાતે તેમને સોનાલીનો સાથ આપવા માટે પ્રેરિત કરવામાં આવી તો જવાબ આપતા લારા પણ ભાવુ થઈ ગઈ અને રડી પડી.

સોનાલીએ અમિતાભ બચ્ચનના ગુરૂ રવિન્દ્રનાથ ટૈગોરનું પુસ્તક ભેટમાં આપ્યુ. અમિતાભે કહ્યુ કે તેઓ આ જ્ઞાનથી લોકોને પ્રેરણા આપશે. જ્યારે અમિતાભે સોનાલીને તેમની સાથે થયેલ ઘટના વિશે પૂછ્યુ તો સોનાલીની દર્દનાક સ્ટોરી સાંભળીને અમિતાભ ભાવુક થઈ ગયા.

લારાએ જણાવ્યુ કે સોનાલી એ બધા લોકોથી બહાદુર છે, જેઓને તે અત્યાર સુધી પોતાના જીવનમાં મળી ચુકી છે. અમિતાભે કહ્યુ કે સરકારને ખતરનાક રસાયણોની ઉપલબ્ધતા અને તેમના પ્રયોગના સંદર્ભમાં કડક કાયદા બનાવવા જોઈએ. તેમણે એક ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો જ્યારે ફટાકડા ફાટવાથી તેમનો હાથ જખ્મી થઈ ગયો હતો અને તેમણે ખૂબ દુ:ખાવો સહન કરવો પડ્યો હતો.

સોનાલીએ એ બધા મીડિયા સહયોગીઓનો આભાર માન્યો, જેમણે તેમની મદદ કરી છે. જ્યારે અમિતાભે પૂછ્યુ કે કયા કારણથી આવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે સોનાલીએ કહ્યુ કે લોકોને કાયદાનો ભય નથી રહ્યો અને તેથી જ તેઓ આવા અપરાધ કરે છે.

લારાએ પણ સોનાલીની વાતનું સમર્થન કર્યુ અને કહ્યુ કે આવા અપરાધોને બિનજામીની બનાવવા જોઈએ અને આવા અપરાધ કરનારાઓને પણ કડક સજા મળવી જોઈએ.
વેબ દુનિયા|

કોન બનેગા કરોડપતિના સેટનુ વાતાવરણ અમિતાભ બચ્ચન હંમેશા ખુશનુમા બનાવી રાખે છે. પણ સેટ પર એક ક્ષણ એવી આવી જ્યારે અમિતાભની આંખો પણ ભીની થઈ.

કૌન બનેગા કરોડપતિ ના ભાવુક અને પ્રેરણાદાયી એપિસોડનુ પ્રસારણ 25 નવેમ્બરના રોજ રાત્રે 8:30 પર સોની એંટરટેનમેંટ ટેલીવિઝન પર થશે.આ પણ વાંચો :