ગામમાં અમ્માજી

વેબ દુનિયા|

P.R
'ના આના ઈસ દેશ લાડો' ના કલાકાર અને ટેકનીશીયન અત્યારના દિવસોમાં ખુબ જ ખુશ છે કેમકે તેઓ મુંબઈની નજીક ગોરેગાવ (ઈસ્ટ) ની નજીક એક ગામમાં શુટિંગ કરી રહ્યાં છે. બધા જ લોકો આઉટડોર શુટિંગનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યાં છે.

અમ્માજીની ભુમિકા ભજવનારી કહે છે કે, આ ગામ ખુબ જ સુંદર છે અને મુંબઈની ભાગદોડભરી જીંદગીથી દૂર અહીંયા શુટિંગ કરવામાં ઘણો આનંદ આવે છે. ચારેય બાજુ લીલોતરી છે. તાજી હવા છે. બધાને અહીંયા સારૂ લાગી રહ્યું છે.

ગામના લોકો ટીવી કલાકારોને શુટિંગ કરતાં જુવે છે. તેમણે બધાને ઓળખી લીધા છે. એક ઘટનાને જણાવતાં મેઘના મલિક કહે છે કે, થોડાક દિવસો પહેલા 20 થી 25 બાળકોના સમુહે મારી નકલ કરી હતી. મારા સંવાદો બોલ્યા હતાં. મને ખુબ જ સારૂ લાગ્યું અને મે અનુભવ્યું કે આ ધારાવાહિકને કેટલા લોકો જુવે છે. ગામના લોકો મને ભોજન માટે તેમના ઘરે પણ આમંત્રિત કરે છે.


આ પણ વાંચો :