જ્યારે indian idol junior જજ શ્રેયા અને વિશાલ ભાવનામાં વહી ગયા !!

વેબ દુનિયા|
P.R
ઈંડિયન આઈડલના જજો માટે રાષ્ટ્રના ટોચના 10 જુનિયર ગાયકોમાંથી પસંદગી કરવાનું કામ અત્યંત અધરું છે. કલાકોની ચર્ચા અને વિચારવિમર્શ પછી તેમની વચ્ચે એકમત સઘાય છે. જો કે જજો માટે ટોચના 10નો આ પ્રવાસ સહેલો નહોતો.

શ્રેયા, અને કોને પસંદ કરવા અને કોને નકારવા તેની મોટી મુંઝવણમાં હતા. આખરે શ્રેયા અને વિશાલે બે સ્પર્ધક વચ્ચે નિર્ણય કરવાનો સમય આવ્યો, અને એ પણ વળી બંને ભાઈ-બહેન હતા. શ્રેયા અને વિશાલને હવે એ સમજાતુ નહોતુ કે આમાંથી ભાઈને પસંદ કરવો કે તેની નાની બહેનને પસંદ કરવી. તેઓ ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા તેથી તેમના આંખોમાંથી આંસુ પણ વહી આવ્યા. ભાવનાત્મક શ્રેયાએ કહ્યુ મને શોનો આ ભાગ બિલકુલ ગમ્યો નથી. કારણ કે સ્પર્ધકને ના કહેવાનુ હતુ અને તેમા વળી આ બંને એટલા નાના છે કે ના કહેવા માટે મન પણ માનતું નહોતુ. મને ખરેખર બહુ દુ:ખ થયુ.
P.R


આ શો સ્પર્ધકો માટે જ નહી પણ આ શો જજો માટે પણ બહુ મુશ્કેલ બની રહ્યો છે.

જોતા રહો ઈંડિયન આઈડલ જુનિયર, દર શનિવાર-રવિવારે રાત્રે 8.30 વાગ્યાથી ફક્ત સોની એંટરટેઈનમેંટ ટેલિવિઝન પર.


આ પણ વાંચો :