બિગ બોસ વિજેતા વિંદૂ સાથે મુલાકાત

ગાયત્રી શર્મા

વેબ દુનિયા|

P.R
બિગ બોસના ઘરમાં 84 દિવસ વિતાવ્યા પછી છેવટે વિંદૂ દારા સિંહે પોતાના વ્યવ્હાર અને પ્રેમથી લોકોનુ દિલ જીતીને તેમના અમૂલ્ય વોટ પર કબજો કરી જ લીધો. બિગ બોસના ઘરમા વિતાવેલા ક્ષણોની ખાટી-મીઠી યાદો સાથે વિંદૂએ અમારી સાથે કરી વિશેષ મુલાકાત. પ્રસ્તુતુ છે બિગ બોસ ભાગ - 3 ના વિજેતા વિંદૂ સાથેની મુલાકાતના અંશ.

પ્રશ્ન - શુ તમને ખરેખર લાગે છે કે શુ તમે બિગ બોસ તૃતીય વિજેતા બનવાના કાબેલ છો ?
ઉત્તર - મને વિશ્વાસ હતો કે હું એકલો જ આ શો ને જીતી શકુ છુ અને મેં મારી આશા મુજબ આ શો ના વિજેતા બનીને બતાવ્યુ. અહી સુધી કે જ્યારે મારા મિત્ર ઈસ્લાઈલ દરબાર આ શોમાંથી નોમિનેટ થયા પછી બિગ બોસના ઘરમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે ઈસ્લામાઈલ ભાઈએ મને કહ્યુ કે 'વિંદૂ, તારી અંદર બિગ બોસ વિજેતા બનવાની લગન છે. તુ જરૂર આ શો જીતીશ'. આજે ઈસ્માઈલ ભાઈની આ વાત સત્ય સાબિત થઈ.
પ્ર - 2 તમે આ શો ના માધ્યમથી શુ મેળવ્યુ ?
ઉત્તર - આ શો ના માધ્યમથી મને લોકોનો ખૂબ પ્રેમ અને ઘણા બધા વોટ મળ્યા. બિગ બોસ દરમિયાન લોકોએ મારો ખૂબ જ સાથ આપ્યો, કારણ કે લોકો જાણતા હતા કે વિંદૂ જ એક એવો ઈમાનદાર માણસ છે, જે કાયમ સત્ય કહે છે. આ લોકોના વિશ્વાસનુ જ પરિણામ છે. લોકોના લગભગ 70 લાખ વોટોએ મને આ શો નો વિજેતા બનાવ્યો છે.
પ્ર-3 તમે તમારી જીતના રૂપિયાનો શુ ઉપયોગ કરવા માંગો છો ?
ઉત્તર - હુ મારી જીતની રકમ મારા માતા-પિતાને સમર્પિત કરુ છુ. મારા માતા-પિતાએ મારે માટે આજ સુધી જે કાંઈ કર્યુ, તેના બદલામાં તેમને હું ક્યારેય કશુ ન આપી શક્યો. હુ ઈચ્છુ છુ કે તેઓ જેવો ઈચ્છે તેઓ આ રકમનો ઉપયોગ કરે.

પ્રશ્ન - તમે બિગ બોસ ભાગ - 3 માં કેવી રીતે જોડાયા ? ઉત્તર - બિગ બોસ ભાગ - 3 માં જો ભાગ લઈ શક્યો તો માત્ર અક્ષય કુમારના ફોટો કલેક્શનને કારણે જ. અક્ષય કુમારે જ મને પહેલીવાર કલર્સ ચેનલવાળા સાથે મુલાકાત કરાવી, તેથી આ જીતની ક્રેડિટ હુ અક્ષયને આપવા માંગુ છુ.

પ્રશ્ન - બિગ બોસના ઘરમાં રહ્યા પછી તમે ભવિષ્ય માટે શુ પ્લાનિંગ કર્યુ છે ?
જવાબ - હવે હુ અભિનયના ક્ષેત્રમાં મારુ કેરિયર બનાવવા માંગુ છુ અને એક સારો અભિનેતા બનવા માટે ખૂબ જ મહેનત કરીશ. મને લાગે છે કે બિગ બોસના માધ્યમથી લોકોએ મને ટીવી પર જોયો અને હવે મને ફિલ્મોની ઓફર મળવાની શરૂ થઈ ગઈ છે.
પ્રશ્ન - તમારા મત મુજબ આ શો માં સૌ પહેલા કોણે નોમિનેટ થવાનુ હતુ ?
ઉત્તર - જો મને પૂછવામાં આવે તો હુ કહીશ કે સૌ પહેલા તનાઝ અને બખ્તિયારે બિગ બોસના ઘરમાંથી બહાર જવાનુ હતુ. ત્યારપછી ક્લાઉડીયા અને રોહિતને. પરંતુ આ શો માં જે કાંઈ થયુ એ અમે વિચાર્યુ હતુ તેનાથી ઉલટ થયુ. શો ના પ્રથમ જ અઠવાડિયે લોકો ન જાને કેમ હાથ ધોઈને શેર્લિન અને કમાલની પાછળ પડી ગયા.
પ્રશ્ન - તમારા મુજબ બિગ બોસના બધા સભ્યોમાં સૌથી ખરાબ વ્યક્તિ કોણ હતી ? જેને તમે નાપસંદ કરો છો ?
ઉત્તર - બિગ બોસના શો માં જો હુ કોઈને સૌથી ખરાબ કહુ તો તે પ્રવેશ રાણા છે. આ શો માં પ્રવેશ ઘણુ ખોટુ બોલ્યો અને ઘણીવાર ખોટી હરકતો પણ કરી. પ્રવેશ પછી કમાલનુ નામ લઈશ. શો દરમિયાન કમાલે પોતાની જાતને ખૂબ મોટી વ્યક્તિ તરીકે ઓળખાવી, હકીકતમાં એ એવો નથી. મેં વાતો વાતોમાં ઘણીવાર કમાલને કહ્યુ કે તુ ચાર ફૂટનો નાનો માણસ છે પછી તુ તારી જાતને ખૂબ મોટો કેમ સમજે છે ?
પ્રશ્ન - બિગ બોસના ઘરના સભ્યોની આ વાત પર કે 'વિંદૂની ઓળખ ફક્ત દારા સિંહના નામથી છે' આ અંગે તમે શુ કહો છો ?
ઉત્તર - જો મને લોકો દારાસિંહના પુત્રના નામે ઓળખતા હોય તો મને એ ઓળખ પર અભિમાન છે. બાળપણમાં મારુ નામ વિજેન્દ્ર સિંહ હતુ. મેં જાત જ મારુ નામ વિન્દૂ દારા સિંહ મુક્યુ. મારા પિતા એક જાણીતા અભિનેતા અને એક સારા માણસ છે. હુ તો ઈચ્છુ છુ કે હું જ નહી મારી આવનારી પેઢી પણ જો દારા સિંહના નામે ઓળખાશે તો મને ખૂબ અભિમાન થશે.
પ્રશ્ન - આ શો માં કોણ તમને સારી ટક્કર આપી શકતુ હતુ ?
ઉત્તર - બિગ બોસમાં જો કોઈ મને ટક્કર આપી શકતુ હતુ તો એ માત્ર પૂનમ જ હતી. પરંતુ દુર્ભાગ્યથી પૂનમને લોકોએ પ્રવેશ પહેલા જ નોમિનેટ કરીને મારી જીતનો રસ્તો સાફ કરી દીધો. પૂનમજી વિશે હું એટલુ જ કહેવા માંગુ છુ કે એ ખૂબ જ ઈમાનદાર અને સારી સ્ત્રી છે. પરંતુ ન જાણે કેમ લોકોએ શો દરમિયાન તેમની મજાક ઉડાવી, જે મને ન ગમ્યુ.
પ્રશ્ન - શુ તમને લાગે છે કે બખ્તિયાર દ્વારા બિગ બોસના ઘરેથી 10 લાખ રૂપિયા લઈ બહાર જવાનો નિર્ણય યોગ્ય હતો ?
ઉત્તર - બખ્તિયારનો આ નિર્ણય ખૂબ જ સમજદારીપૂર્ણ નિર્ણય હતો, કારણ કે બખ્તિયારને પહેલાથી જ આભાસ થઈ ગયો હતો કે તે બિગ બોસનો વિજેતા નથી બની શકતૂ, તેથી તે શો છોડીને ભાગી ગયો.

પ્રશ્ન - બખ્તિયાર ઈરાની વિશે તમે શુ કહેવા માંગશો ?ઉત્તર - બખ્તિયારને હુ એક કાર્ટૂન કે જોકર માણસ કહીશ, જે કાયમ નાટક જ કરતો રહે છે અને નાની-મોટી વાતો પર ખોટુ બોલે છે. આ બખ્તિયારની મૂર્ખતા જ છે કે બિગ બોસનુ ઘર છોડતા પહેલા જ તેણે મને કહ્યુ કે 'વિંદૂ તારા રહેતા હુ જીતી નથી શકતો'. મેં બખ્તિયારને સમજાવ્યુ કે તુ ગાંડો છે, તેથી આવા હલકા વિચાર કરે છે. જો તુ મોટા વિચાર રાખીને એક સારો માણસ બનીશ તો લોકો તને પણ પસંદ કરશે.'
પ્રશ્ન - રાજૂ શ્રીવાસ્તવ સાથે વિતાવેલા ક્ષણો વિશે તમે શુ કહેવા માંગો છો ?
ઉત્તર - રાજૂ ખૂબ સારો કોમેડિયન અને કે સારો માણસ છે. આ શો દરમિયાન તેમણે પોતાની કોમેડીથી આપણને સૌને હસા-હસાવીને લોટ-પોટ કર્યા હતા. રાજૂને તો એમપીના લોકોના સૌથી વધુ વોટ મળ્યા છે.

પ્રશ્ન - આ શો ના હોસ્ટ અમિતાભ બચ્ચન વિશે તમે શુ કહેશો ?ઉત્તર - અમિતજીને હું મારો પરમ મિત્ર માનુ છુ. તેઓ આપણા બધા માટે એક આદર્શ વ્યક્તિ છે. બિગ બોસ શો ના પહેલા અઠવાડિયાથી જ અમિતજીને એ અંદાજ આવી ગયો હતો કે વિંદૂ જ આ શો જીતશે. અમિતજી સાચે જ એક મહાન વ્યક્તિ છે, જેમને હુ સદા મસ્તક ઝુકાવુ છુ.


આ પણ વાંચો :