ભણવાનું પહેલા, અભિનય પછી

P.R
સ્ટાર પ્લસ પર પ્રસારિત થનાર ધારાવાહિક 'કિસ દેશ મે મેરા દિલ'માં અદિતિ ગુપ્તા હીરા મનનો રોલ ભજવી રહી છે. અદિતી અત્યારે મુંબઈની જગ્યાએ દિલ્હીમાં છે. દિલ્હીમાં તેઓ શુટિંગ માટે નહિ પરંતુ પોતાની પરિક્ષાને લીધે ગયાં છે.

પાછલાં દિવસોમાં અદિતીએ શુટિંગ માટે ઘણો સમય આપ્યો હતો જેથી કરીને તેમના ગયા બાદ શો પર કોઈ અસર ન પડે. ભણવામાં તેમની મદદ કરવા માટે તેમની મિત્ર દિલ્હીથી આવી ગઈ છે.

દિલ્હીના એક સંસ્થાનથી ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરી રહેલી અદિતી આ વિશે કહે છે કે, મારા માટે ભણવાનું સૌથી પહેલા છે. અત્યારના જમાનામાં કંઈ પણ સ્થાયી નથી, પરંતુ ભણવાનું તો આખી જીંદગી કામ લાગશે.

વેબ દુનિયા|
આ ધારાવાહિકની યુનિટ અદિતીને થોડાક દિવસ સુધી યાદ કરશે. યુનિટના એક સભ્યના જણાવ્યાં અનુસાર અદિતી સેટ પર મજાક કરતી રહે છે તેથી તેમની ઉણપ હંમેશા રહેશે.


આ પણ વાંચો :