રામ કપૂર અને રોનિત રોયની 'દોસ્તાના' કિસ: જુઓ આજે ટીવી પર

વેબ દુનિયા|
P.R
એક્ટર અને રોનિત રોયે ઈન્ડિયન ટેલી એવોર્ડનું હોસ્ટિંગ કર્યું હતું અને આ દરમિયાન સ્ટેજ પર 'દોસ્તાના' એક્ટની પણ ઝલક આપી હતી.

રામ અને રોનિત બન્ને ફેવરિટ ટેલિવિઝન પર્સનાલિટીની કેટેગરીમાં એકબીજાને ટક્કર આપી રહ્યા હતાં. તે બન્નેએ શરત લગાડી હતી કે જો રોનિત જીતશે તો રામ તેને કિસ કરશે અને રામ જીતશે તો રોનિત તેને 'જપ્પી' આપશે.
નસીબદાર રોનિત આ એવોર્ડ જીતી ગયો હતો અને આ કારણે રામ કપૂરે તેને કિસ કરવી પડી હતી.

આખા શો દરમિયાન રામ અને રોનિતે તેમની આ પપ્પી-જપ્પીનો ચલાવ્યો હતો પણ અંતે તેમણે પોતાનો પ્રેમ યોગ્ય વ્યક્તિઓની સામે વ્યક્ત કરવાનો નિર્ણય લીધો હતો અને તે હતી તેમની પત્નીઓ.
શો દરમિયાન પ્રિયલ ગોર-આશિષ કપૂર, મિતાલી નાગ-કિશુંક મહાજન, અનસ રશિદ-દીપિકા સિંહ સાથે અન્ય ઘણા આકર્ષક પરફોર્મન્સ રજૂ કરાયા હતાં.

આ એવોર્ડ સેરેમની શનિવારે સાંજે ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.


આ પણ વાંચો :