રામ કપૂર અને સાક્ષીના બોલ્ડ સીનને લઈને જીતેન્દ્ર કર્યો એકતાનો બચાવ

વેબ દુનિયા|

P.R
12 માર્ચે સોની ચેનલ પર આવેલા અને સાક્ષી તન્વરના કિસિંગ સીનની ચર્ચા હજી પણ ચાલી રહી છે. દર્શકો, ટીકાકારો બધા પોતાના ઈન્ડિયન ટીવી પર પહેલી વાર બતાડાયેલા માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. અમુક લોકોને તે ગમ્યું તો અમુક લોકોએ ટીવી પર આટલા બોલ્ડ સીનને બતાડવા માટે શો પ્રોડ્યુસરની ટીકા કરી હતી. જો કે, અને તુષાર કપૂરે તો એકતા કપૂરનો પક્ષ લીધો હતો.

પોતાની દીકરીનો બચાવ કરતા જીતેન્દ્રએ કહ્યુ હતું કે, "વાસ્તવમાં, મને તે રોમાન્સ જોવાની મજા પડી હતી. લોકોને આ વધારે પડતું લાગ્યુ હશે પણ મને તે સુંદર લાગ્યુ હતું. જો પતિ અને પત્ની છ મહિના પછી મળે તો આવું તો થવાનું જ હતું. પણ જે કંઈ પણ થયું તે નાજુક ક્ષણ હતી...તેમાં વલ્ગર કંઈ જ નહોતું. મને તે યોગ્ય લાગ્યું."

ભાઈ તુષારે પણ બહેન એકતાનો સાથ આપતા કહ્યુ હતું કે, "મને નથી લાગતું કે લોકોને શિષ્ટ સિરીયલો ગમે છે કારણ કે તેઓ તેવી શિષ્ટ સિરીયલોની વિરુદ્ધમાં પણ બોલે છે. મને લાગે છે કે અમુક રૂઢિગત પ્રણાલીઓ તોડવી જરૂરી છે, આ પછી જ તેઓ શિષ્ટતાની કદર કરશે. ટીકાકારો ક્યારેય ખુશ નથી હોતા અને લોકો જે પસંદ કરે છે અને વખાણે છે તે પણ સિમીત હોય છે."
એકતાના આ બોલ્ડ પગલાને દર્શકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે


આ પણ વાંચો :