રિયાલીટી શો બિગ સ્વીચમાં જેનેલીયા ડિસુજા

વેબ દુનિયા|

IFM
ફિલ્મ 'જાને તુ યા જાને ના' ને લીધે ચર્ચામાં આવેલી અભિનેત્રી જેનેલીયા ડિસૂજા ખુબ જ ઝડપથી નાના પડદા પર આવી રહી છે. જેનેલીયા ટેલીવિઝન પર એક નવા રિયાલીટી શોને હોસ્ટ કરવાની છે.

આ રિયાલીટી શોનું નામ છે બિગ સ્વીચ. આ શોને લઈને જેનેલીયા ખાસ તૈયારી કરી રહી છે. જેનેલીયા નાના પડદાની કેટલીયે જાહેરાતોમાં ક્યારેક ચોકલેટ, ઠંડા પીણા તો ક્યારેક સાબુનો પ્રચાર કરતી જોવા મળે છે. હવે જેનેલીયા રિયાલીટી શો બિગ સ્વીચમાં પોતાના નવા રૂપમાં દર્શકોની સામે આવશે.


આ પણ વાંચો :